The post IPL 2021માં બદલાઇ શકે છે કેટલાક નિયમો, પ્લેઇંગ XIમાં હોઈ શકે છે 5 વિદેશી ખેલાડી appeared first on News n Feeds.
]]>નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન (IPL 2020) થોડા સમય પહેલા જ યૂએઈમાં પુરી થઈ છે. આ વખતે મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને હરાવી પાંચમી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. આઈપીએલની 13મી સિઝન ખતમ થયા પછી હવે આઈપીએલ-2021 પર ફોક્સ છે. બીસીસીઆઈ અને આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ લીગમાં નવી ટીમ સામેલ કરવા પર વિચારી રહી છે. આ સિવાય આઈપીએલ-2021માં મેગા હરાજી અને કેટલાક ફેરફાર પણ જોવા મળી શકે છે.
ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે આઈપીએલની કેટલીક ફ્રેન્ચાઇઝી પ્લેઇંગ ઇલેવનમાં 4 ના બદલે 5 વિદેશી ખેલાડીઓના પક્ષમાં છે. આઈપીએલની 13મી સિઝનમાં પ્લેઇંગ ઇલેવનમાં 4 વિદેશી ખેલાડીઓ રાખવાનો નિયમ હતો. બીસીસીઆઈએ એ વાતની પૃષ્ટી કરી છે કે કેટલીક ફ્રેન્ચાઇઝીએ અનૌપચારિક રૂપથી આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલને વિનંતી કરી છે કે પ્લેઇંગ ઇલેવનમાં 5 વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે કેટલીક ફ્રેન્ચાઇઝી છેલ્લી કેટલીક સિઝનથી વિનંતી કરી રહી છે કે પ્લેઇંગ ઇલેવનમાં વિદેશીઓની સંખ્યા વધારવામાં આવે. જોકે આ મુદ્દે બીસીસીઆઈએ વિચાર કરવાનો બાકી છે. અધિકારીએ કહ્યું કે જો લીગનો વિસ્તાર કરવાનો છે તો સ્પષ્ટ છે કે કેટલાક નિયમોમાં ફેરફાર થશે. જોકે હાલ તેના વિશે કહેવું વહેલું ગણાશે.
રિપોર્ટ્સ પ્રમાણે આઈપીએલની આગામી સિઝનમાં 9-10 ટીમો હોઇ શકે છે. આ પહેલા આઈપીએલની દરેક સિઝનમાં 8 ટીમો રહી છે. આવામાં ફોર્મેટમાં ફેરફાર થઈ શકે છે. આઈપીએલ ગર્વનિંગ કાઉન્સિલ આઈપીએલમાં રોબિન રાઉન્ડ હટાવી શકે છે અને તેના સ્થાને ટીમોને ગ્રૂપોમાં વહેંચી શકે છે.
આઈપીએલ બીગ બેશ લીગની જેમ પાવર પ્લે ના નિયમમાં એક નાનો ફેરફાર કરી શકે છે. બીબીએલ આગામી સંસ્કરણમાં ‘પાવર સર્જ’નિયમની શરૂઆત કરી રહી છે. પાવર સર્જ બે ઓવરોનો પાવર પ્લે રહેશે. જેમાં બેટિંગ કરનારી ટીમ ઇનિંગ્સમી અંતિમ-10 ઓવરો દરમિયાન ગમે તે સમયે લઈ શકશે. આ દરમિયાન 30 ગજના સર્કલની બહાર ફક્ત બે ફિલ્ડરોને રાખવાની મંજૂરી રહેશે. પાવર સર્જ અપનાવતા પ્રત્યેક ઇનિંગ્સની શરૂઆતમાં રહેતા છ ઓવરના પાવર પ્લેને ઘટાડીને ચાર ઓવરનો કરી દેવામાં આવશે. આઈપીએલ પણ આ નિયમ લાવી શકે છે.
The post IPL 2021માં બદલાઇ શકે છે કેટલાક નિયમો, પ્લેઇંગ XIમાં હોઈ શકે છે 5 વિદેશી ખેલાડી appeared first on News n Feeds.
]]>The post જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો appeared first on News n Feeds.
]]>IPL 2020 નો ખિતાબ મુંબઈ ઈન્ડિયન્સએ એકવાર ફરીથી પોતાના નામે કરી લીધો છે. સતત બે વાર મુંબઈએ આ ટ્રોફી પર કબજો જમાવ્યો. ફાઈનલમાં મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું અને ચેમ્પિયનશીપ જીતી, પરંતુ જીત બાદ પણ મુંબઈને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
કોવિડ-19ના કારણે બીસીસીઆઈને આઈપીએલના આયોજનમાં ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને કોરોનાના કારણે જ મુંબઈને ભારે નુકસાન થયું છે. આ વર્ષે ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સને માત્ર 10 કરોડ રૂપિયા જ ઈનામની રકમ મળી છે. જે પ્રાઈઝ મનીથી 50 ટકા ઓછી રકમ છે. આ બાજુ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ ફક્ત 6.25 કરોડ રૂપિયાની રકમ અપાઈ છે.
ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમોને 5-5 કરોડ રૂપિયાની ઈનામની રકમ મળી. કોરોના વાયરસના પગલે ટુર્નામેન્ટ 6 મહિના મોડી શરૂ થઈ અને મેદાન પર દર્શકોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવાના કારણે આઈપીએલથી થનારી કમાણી પણ ખુબ ઓછી થઈ છે.
આ બાજુ ભારત અને ચીન વચ્ચે થયેલા વિવાદના કારણે વિવો આઈપીએલના ટાઈટલ સ્પોન્સરશીપમાંથી પણ ખસી ગઈ જેના કારણે બીસીસીઆઈને ભારે નુકસાન થયું. જ્યાં વિવો સાથે 450 કરોડ રૂપિયાનો વાર્ષિક કરાર થયો હતો ત્યાં નવા સ્પોન્સર ડ્રીમ ઈલેવને બીસીસીઆઈને એક સીઝન માટે 200 કરોડ રૂપિયા જ આપ્યા.
બીસીસીઆઈએ આ બધા નુકસાનના કારણે પ્રાઈઝ મનીમાં 50 ટકાનો ઘટાડો કરવો પડ્યો. આ અગાઉ આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા મળતા હતા. જ્યારે ઉપવિજેતાને 12.5 કરોડ, ત્રીજા સ્થાને અને ચોથા સ્થાને આવનારી ટીમોને 10-10 કરોડ રૂપિયા મળતા હતા.
The post જીત બાદ પણ Mumbai Indians ને થયું ભારે નુકસાન, prize money માં ધરખમ ઘટાડો appeared first on News n Feeds.
]]>The post T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની IPLમાં પણ 100 વિકેટ પૂર્ણ appeared first on News n Feeds.
]]>જસપ્રીત બુમરાહની બુધવારે બેંગલુરુ વિરુદ્ધ 3 વિકેટની સાથે જ આઈપીએલમાં 100 વિકેટ પુરી થઈ. તે અત્યાર સુધી 102 વિકેટ લઈ ચુક્યો છે. બુમરાહની ટી20માં કુલ 200 વિકેટ પૂરી થઈ છે. તે આમ કરનારો પ્રથમ ફાસ્ટ બોલર છે. તેના અગાઉ આપણાં 5 સ્પિન બોલર આવું કરી ચૂક્યા છે. બુમરાહ આઈપીએલમાં 100+ વિકેટ લેનારો 16મો બોલર છે. અત્યાર સુથી 9 ફાસ્ટ, જ્યારે 7 સ્પિન બોલરોએ આ સિદ્ધિ મેળવી છે. સૌથી વધુ 170 વિકેટ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે.
ટી20માં ભારત તરફથી સૌથી વધુ વિકેટ પીયૂષ ચાવલાએ લીધી છે
બોલર | મેચ | વિકેટ | બેસ્ટ |
પીયૂષ ચાવલા | 244 | 257 | 4/17 |
અમિત મિશ્રા | 232 | 256 | 5/17 |
આર.અશ્વિન | 242 | 244 | 4/8 |
હરભજન સિંહ | 265 | 235 | 5/18 |
યુજવેન્દ્ર ચહલ | 184 | 207 | 6/25 |
જસપ્રીત બુમરાહ | 169 | 202 | 4/20 |
The post T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની IPLમાં પણ 100 વિકેટ પૂર્ણ appeared first on News n Feeds.
]]>The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.
]]>આ વર્ષે આઇપીએલમાં 40 મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની થઈ છે. ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોથી ટીમ કઈ હશે તેને લઈને સસ્પેન્સ ઊભું થઈ રહ્યું છે. એવામાં દરેકની નજર ચેન્નઈ સુપર કિંગ્સ પર ટકેલી છે. ધોનીની કેપ્ટન્સીમાં આ ટીમે દરેક વખતે આઇપીએલના પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. પરંતુ આ વખતે ધોનીની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. હાલમાં ચેન્નઈની ટીમ પોઇન્ટ ટેબલ (IPL Points Table)માં છેલ્લા નંબરે છે. સાથોસાથ નેટ રનરેટ પણ માઇનસ (-0.463) છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું ધોનીની ટીમ હવુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. આવો આઇપીએલની અલગ-અલગ સ્થિતિના માધ્યમથી તેને સમજવાનો પ્રયાસ કરીએ.
ચેન્નઈની બાકી બચેલી મેચો
ચેન્નઈ સુપર કિંગ્સને હજુ ચાર મેચ રમવાની છે. આ મેચ છે- મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ
નેટ રનરેટ વગર પ્લેઓફમાં પહોંચવાની આશા
– ચેન્નઈ સુપર કિંગ્સને બાકી બચેલી ચારેય મેચ જીતવી જ પડશે.- ચેન્નઈને એવી પણ આશા રાખવી પડશે કે હાલની ટોપ ત્રણ ટીમો (DC, RCB અને MI) પોતાની તમામ બચેલી મેચ જીતે.
– સાથોસાથ આ ત્રણેય ટીમો પરસ્પર રમાનારી મેચોથી પણ ચેન્નઈને કોઈ લેવા-દેવા નથી.
– ચેન્નઈની ટીમ ચોથા નંબર પર પહોંચી શકે છે જો કેકેઆર બાકી બચેલી ચાર મેચમાંથી માત્ર એક જીતે છે.
– આ ઉપરાંત ચેન્નઈએ ઈશ્વરને પણ પ્રાર્થના કરવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સને બેથી વધુ મેચમાં જીત ન મળે.
– આવી સ્થિતિમાં ચેન્નઈના ખાતામાં 14 પોઇન્ટ આવી જશે અને તે નેટ રનરેટ વગર જ સીધી પ્લેઓફમાં પહોંચી જશે.
નેટ રનરેટથી નિર્ણય લેવાતાં…
– એક તરફ સમીકરણ બને છે કે ચેન્નઈની ટીમ નેટ રનરેટના આધાર પર ક્વોલિફાય કરી લેશે. અનેક ટીમોના 14 પોઇન્ટ થઈ શકે છે.
– એવામાં ચેન્નઈ સુપર કિંગ્સને નેટ રનરેટને સારો કરવા માટે મોટા અંતરથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે. બાકી બચેલી તમામ મેચ પણ જીતવી પડશે.
મુંબઈની વિરુદ્ધ જો ચેન્નઈ હારી ગયું તો શું થશે?
મુંબઈની વિરુદ્ધ હાર બાદ પણ ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટથી બહાર નહીં થાય. 12 પોઇન્ટની સાથે તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. જેમ કે સનરાઇઝર્સે ગયા વર્ષે કર્યું હતું. પરંતુ ચેન્નઈ માટે આ પડકાર સરળ નથી. તેણે બીજી ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. એવામાં સૌથી સરળ એ છે કે તે સારા નેટ રનરેટ સાથે તમામ બચેલી મેચ જીતી લે.
The post IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત appeared first on News n Feeds.
]]>The post IPL Live Streaming Free Online: How to Watch IPL 2020 Cricket Matches for Free on Mobile? appeared first on News n Feeds.
]]>The 13th edition of the popular Indian Premier League (IPL) just began yesterday, which is streaming exclusively on Dinsey Plus Hotstar. Disney+ Hotstar holds the exclusive rights to cast the IPL 2020 content, which users can watch only after paying the subscription fee. Disney Plus Hotstar offers two subscriptions as of now, VIP and Premium, that cost Rs. 399 and 1,499 respectively. In case you don’t have a subscription but still want to watch IPL matches live for free online, there are a few workarounds. In this post, we will be sharing the workaround using which you should be able to stream IPL 2020 matches without paying a subscription fee:
We are calling them free because you are paying only the data costs and the Disney Plus VIP subscription comes free with the recharge plan. As for the Flipkart SuperCoins offer, users who have SuperCoins already incurred in their account can simply redeem them to get the VIP subscription. Before we go into the detail, let’s take a look at this week’s IPL schedule.
Jio is offering various plans with the Disney Plus Hotstar VIP subscription Free bundle. These plans start as low as Rs. 401 and offer calls and mobile data along with the VIP subscription. Following are the plans that come bundled with Disney + Hotstar VIP benefits,
https://www.jio.com/fiber/en-in/monthly-plans
https://www.airtel.in/myplan-infinity/
The post IPL Live Streaming Free Online: How to Watch IPL 2020 Cricket Matches for Free on Mobile? appeared first on News n Feeds.
]]>The post IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે appeared first on News n Feeds.
]]>IPLની 13મી સીઝનની 22મી મેચ સનારાઇઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આજે દુબઈમાં રમાશે. ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થવાના કારણે ટુર્નામેન્ટમાથી બહાર થવાથી હૈદરાબાદ ટીમનું બેલેન્સ બગડી ગયું છે. તેણે સીઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ જ જીતી છે. જો કે લીગમાં પંજાબની સ્થિતિ પણ સારી નથી. તે 5માંથી છેલ્લી 4 મેચ હાર્યા બાદ પંજાબ પોઇન્ટ ટેબલના તળિયે છે.
બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો, હૈદરાબાદે 3 અને પંજાબની ટીમે 2 મેચ જીતી છે. જીટી સીઝનમાં બંને ટીમોની વચ્ચે રમાયેલી 2 મેચોમાં બંનેએ 1-1 મેચ જીતી હતી.
વોર્નર અને બેયરસ્ટો પર મહત્વપૂર્ણ જવાબદારી
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનર જોની બેયરેસ્ટો પર ટીમને સારી શરૂઆત આપવવા માટેની જવાબદારી રહેશે. મનીષ પાંડે હજી સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. એવામાં યુવા ખેલાડીઓ પરનું દબાણ હટાવવા માટે આ ત્રણેય બેટ્સમેનોને ઉપરથી રન બનાવવા પડશે.
રાશિદખાન પર બોલિંગની જવાબદારી
ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થતાં ટીમની બોલિંગની જવાબદારી સ્પિનર રાશિદ ખાન પર આવી છે. છેલ્લી કેટલીક મેચોમાં રાશિદ લયમાંપાછો ફરતો જોવા મળ્યો છે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં રાશિદે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. એવામાં આવી મેચમાં ટીમને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.
રાહુલ અને મયંક સિવાય પંજાબના બાકીના બેટ્સમેન ચાલી રહ્યા નથી
પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવવાની દ્રષ્ટિએ ટોપ-3 માં છે. પરંતુ ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન સહિતના મિડલ ઓર્ડર બેટ્સમેનનું નબળું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બનેલો છે.
પંજાબની બોલિંગ ડેથ ઓવરમાં નબળી પડી
પંજાબના બોલરો શરૂઆતની ઓવરમાં તો શાનદાર બોલિંગ કરી રહ્યા છે, પરંતુ ડેથ ઓવરમાં તેમની બોલિંગ ટીમને મોટો સ્કોર બનાવવામાં રોકી રહી નથી. મોહમ્મદ શમીએ 5 મેચમાં 8 વિકેટ લીધી છે અને શેલ્ડન કોટ્રેલે 5 મેચમાં 5 વિકેટ લીધી છે. રવિ બિશ્નોઇએ પોતાની ધારદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.
મુંબઈ- હૈદરાબાદના મોંઘા ખેલાડી
હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમણે ફ્રેંચાઇઝી સીઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. ત્યાર બાદ ટીમના બીજા મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) છે. જ્યારે, પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.
પીચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન 24 થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાથી સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટિમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. દુબઈમાં આ IPL પહેલા અહિયાં થયેલ છેલ્લી 61 ટી-20માં પહેલા બેટિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે.
હૈદરાબાદ 2 વાર ટાઇટલ જીત્યું
હૈદરાબાદ પણ ત્રણ વખત (2018, 2016, 2009)માં ફાઇનલ રમ્યું છે અને બે વાર (2016, 2009) જીત્યું છે. તે જ સમયે, પંજાબે હજુ સુધી આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. પંજાબ 2014માં ફક્ત એક વાર ફાઈનલમાં પહોંચી શક્યું છે.
આઈપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ પંજાબ કરતા વધુ
આઇપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ 53.09% છે. હૈદરાબાદે અત્યાર સુધીમાં 113 મેચ રમી છે, જેમાંથી તે 60 મેચ જીતી ચૂક્યું છે અને 53 હારી છે. તે જ સમયે, પંજાબનો સક્સેસ રેટ 45.58% છે. પંજાબે અત્યાર સુધીમાં 181 મેચ રમી છે, જેમાંથી તે 83 જીતી છે અને 98 હારી છે.
રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન
The post IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે appeared first on News n Feeds.
]]>The post ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે appeared first on News n Feeds.
]]>વિલિયમ્સનના આઉટ થતાં ધોનીએ 12મી ઓવર જાડેજાને આપી. ગર્ગે પહેલા બોલે એક રન લીધો, ત્યાર બાદ ડાબોડી અભિષેક ડાબોડી જડ્ડુ સામે 5 બોલમાં 1 જ રન લઈ શક્યો. મેચ પર ચેન્નઈની પકડ યથાવત્. 13મી ઓવરમાં ચાવલાએ માત્ર 6 રન આપ્યા. બંને બેટ્સમેનને આ બે ઓવર દરમિયાન તકલીફ નહોતી પડી. તેઓ ઇનિંગ્સને સ્થિરતા આપી રહ્યા હતા. ઇનિંગ્સની 14મી અને જાડેજાની બીજી ઓવરમાં ગાડી ચોથા ગિયરમાં નાખી. અભિષેકે 1 ફોર અને 1 સિક્સ મારી, 6 બોલમાં બંનેએ કુલ 14 રન લીધા. 14 ઓવર 91/4. જાડેજામાં રન આવતાં ધોનીએ બ્રાવોને બોલ આપ્યો. CSKના ચેમ્પિયન બોલરમાં યુવા જોડીએ 9 રન કર્યા. સ્કોર: 15 ઓવર 100/4. ધોની સમજી ગયો કે, અહીંથી બીજા 50 રન અને ધીમી વિકેટ પર 150 ચેઝ કરવા અઘરા પડશે. પાર્ટનરશિપ તોડવા તેણે સેમ કરનને વિકેટ લેવાની જવાબદારી આપી.
રનચેઝમાં ચેન્નઈની શરૂઆત ફરી એકવાર નિરાશાજનક રહી. તેમણે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવતાં 36 રન કર્યા. 9મી ઓવરના બીજા બોલે કેદાર જાધવ પણ લાંબો સંઘર્ષ કર્યા પછી 10 બોલમાં 3 રન કરીને આઉટ થયો. રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો. ધોની-જાડેજા પાર્ટનરશિપનો પહેલો બોલ રમે એ પહેલાં ટીમને 10.54ની રનરેટે 70 બોલમાં 123 રનની જરૂર હતી. તેમણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એ રીતે બેટિંગ કરી. 14 ઓવર સમાપ્ત થઇ ત્યારે જરૂરી રનરેટ 14 ઉપર પહોંચી ગયો હતી. જાડેજાએ જોકે પછી ચોક્કા-છગ્ગાનો વરસાદ કરતાં 13 વર્ષે IPLમાં પહેલીવાર ફિફટી મારી. રનરેટ પહોંચની બહાર હતો, પરંતુ માહી ઊભો હતો. 19મી ઓવરમાં ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતાં ખલીલે તે ઓવર પૂરી કરી. અંતિમ ઓવરમાં 28 રનની જરૂર હતી, સ્પિનરના હાથમાં બોલ હતો અને માહી ઊભો હતો.
સ્પિનર સામેના મુકાબલામાં 4 સાચા શોટ, 6માંથી 4 સાચા શોટ અને મેચ ફરી એકવાર પલટી શકે એમ હતી. પહેલા બોલે 5 વાઈડ. હવે 6 બોલમાં 23 રન જોઈએ. 2,4 અને 1. ધોની નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જતો રહ્યો અને મેચની ઔપચારિકતા પણ સમાપ્ત થઈ. આ ઓવરના 3 બોલ નાખતાં 5થી વધુ મિનિટ થઈ, કારણ કે માહીએ વચ્ચે બ્રેક લીધેલો તેમજ દવા પણ લીધી હતી. મેચ પછી તેણે કહ્યું, “હું બોલને મિડલ કરી શક્યો નહોતો. બહુ જોરથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિકેટ સ્લો હોય ત્યારે ટાઈમ કરવું વધુ સારું છે. બહુ ટાઇમ પહેલાં અમે સતત ત્રણ મેચ હાર્યા હતા. અમારે પ્રોફેશનલ રીતે રમવાની જરૂર છે. કેચ છોડીએ, નો-બોલ નાખીએ એ ન ચાલે. અમે ભૂલો સુધારીને આવતી મેચમાં સ્ટ્રોંગ કમબેક કરવાનો પ્રયાસ કરીશું.
ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ
The post ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે appeared first on News n Feeds.
]]>The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને આટલી મેચ જિતાડી છે. ધોની એકમાત્ર કેપ્ટન છે, જેમણે CSKને 100 મેચ જિતાડી છે.
હૈદરાબાદની પાસે વિશ્વનો નંબર-1 બોલર અને લેગ સ્પિનર રાશીદ ખાન છે. નંબર-1 ઓલરાઉન્ડર અને ઓફ સ્પિનર મોહમ્મદ નબી સિવાય ડાબેરી સ્પિનર નદીમ પણ છે. જ્યારે બેંગલોરમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ, અડમ જંપા અને ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર પણ છે.
પિચ અને મોસમ રિપોર્ટઃ દુબઈમાં મેચ દરમિયાન આકાશ સાફ રહેશે. તાપમાન 27થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શકયતા છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાને કારણે સ્પિનર્સને પણ અનુકૂળતા રહેશે. ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં રમાયેલી 62 T-20માં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો જીતનો સક્સેસ રેટ 56.45 ટકા રહ્યો છે.
હેડ-ટુ-હેડ
બંનેની વચ્ચે અત્યારસુધીમાં 15 મેચ રમાઈ છે. એમાંથી હૈદરાબાદે 8 અને બેંગલોરે 6 મેચ જીતી છે. 1 મેચ કોઈપણ પરિણામ વગરની રહી છે. ગત બંને સીઝનની વાત કરવામાં આવે તો બંને ટીમની વચ્ચે રમાયેલી 4 મેચમાં 2-2ની બરાબરી રહી છે.
વોર્નર અને વિલિયમ્સન હૈદરાબાદના મજબૂત બેટ્સમેન
હૈદરાબાદની પાસે વોર્નર સિવાય જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ અને મનીષ પાંડે જૈવા બેટ્સમેન છે. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સિવાય ખલીદ અહમદ અને યુવા વિરાટ સિંહ પણ છે.
કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર
RCBમાં વિરાટ કોહલી સિવાય એબી ડી વિલિયર્સ અને એરોન ફિંચ જેવા બેટ્સમેન છે. ઓલરાઉન્ડરમાં ટીમની પાસે ક્રિસ મોરિસ, મોઈન અલી અને વોશિંગ્ટન સુંદર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં RCBને યુજવેન્દ્ર ચહલ સિવાય ઉમેશ યાદવ અને નવદીપ સૌની સપોર્ટ કરશે. કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર પ્લેયર પણ છે.
The post IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી appeared first on News n Feeds.
]]>The post IPL में खड़ा हुआ नया विवाद, अंपायर के गलत फैसले पर गुस्साई प्रीति जिंटा, बोलीं- ‘हर साल…’ appeared first on News n Feeds.
]]>IPL 2020 DC Vs KXIP: आईपीएल (IPL-14) का दूसरा मुकाबला दिल्ली कैपिटल्स और किंग्स इलेवन पंजाब (Delhi Capitals Vs Kings XI Punjab) के बीच खेला गया. मैच सुपर ओवर तक पहुंचा और दिल्ली ने आसानी से यह मुकाबला जीत लिया. आईपीएल के दूसरे मुकाबले में ही नया विवाद खड़ा हो गया, जिसको लेकर फैन्स काफी गुस्से में हैं. अंपायर (Umpire) ने शॉर्ट रन (Short Run) देकर किंग्स इलेवन पंजाब (Kings XI Punjab) का एक रन काट लिया, लेकिन जब री-प्ले देखा गया तो बल्ला क्रीज के अंदर था. गलत फैसले से किंग्स इलेवन पंजाब की मालकिन प्रीति जिंटा (Preity Zinta) गुस्सा गई. उन्होंने बीसीसीआई (BCCI) से नए रूल्स की मांग की.
I travelled enthusiastically during a pandemic,did 6 days of Quarantine & 5covid tests with a smile but that one Short Run hit me hard. What’s the point of technology if it cannot be used? It’s time @BCCI introduces new rules.This cannot happen every year. #DCvKXIP @lionsdenkxip https://t.co/uNMXFJYfpe
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020
फिर उन्होंने ट्वीट करते हुए लिखा, ‘मैं हार या जीत को खेल की भावना से स्वीकार करने में विश्वास रखती हूं. लेकिन नीतिगत बदलावों के लिए पूछना भी महत्वपूर्ण है जो भविष्य में सभी के लिए सही होगा. जो हुआ सो हुआ. अब आगे बढ़ने की बारी है. इसलिए आगे देख रही हूं. हमेशा सकरात्मक हूं.’
I’ve always believed in being graceful in a win or loss & in the spirit of the game but it’s also important to ask for policy changes that improve the game in the future for everyone. The past has happened and it’s imp to move on. So Looking ahead & being positive as always ?
— Preity G Zinta (@realpreityzinta) September 21, 2020
19वां ओवर कसीगो रबाड़ा करने आए. उस वक्त पंजाब को 12 गेंद पर 25 रन बनाने थे. मयंक अग्रवाल शानदार बल्लेबाजी कर रहे थे. पहली गेंद पर मयंक अग्रवाल ने डिफेंड किया और दूसरी गेंद पर चौका जड़ दिया. फिर उन्होंने तीसरे गेंद पर शॉट खेला और दो रन के लिए भागे. लेकिन अंपायर ने शॉर्ट रन बताकर एक ही रन दिया. आखिरी की तीन गेंद पर पंजाब को 1 रन बनाने थे. स्टोइनिस ने आखिरी की दो गेंदों पर दो विकेट चटकाए और मैच को सुपर ओवर तक ले गए.
एक रन की कीमत तुम क्या जानो अंपायर बाबू!
It’was a Blander Mistake by Umpair.
3rd ball of 19th over @mayankcricket run for 2 run, but umpair has announced Short run, whereas that was not short run.If you have tecnology than you should be use. #DCvsKXIP @realpreityzinta #IPL2020 pic.twitter.com/bILhNZMJqH— रवि प्रताप सिंह (@ravipratap913) September 20, 2020
मार्कस स्टोइनिस ने पहले धमाकेदार पारी खेली और बाद में आखिरी दो गेंदों पर दो विकेट लिये जिससे दिल्ली कैपिटल्स ने हार के कगार पर पहुंचने के बावजूद रविवार को यहां किंग्स इलेवन पंजाब को सुपर ओवर में हराकर 13वें इंडियन प्रीमियर लीग में अपना खाता खोला.
स्टोइनिस ने सात चौकों और तीन छक्कों की मदद से 21 गेंदों पर 53 रन बनाये जिससे दिल्ली अंतिम तीन ओवरों में 57 रन जुटाकर आठ विकेट पर 157 रन बनाने में सफल रहा. इससे पहले कप्तान श्रेयस अय्यर (32 गेंदों पर 39, तीन छक्के) और ऋषभ पंत (29 गेंदों पर 31, चार चौके) ने चौथे विकेट के लिये 73 रन जोड़कर टीम को तीन विकेट पर 13 रन से उबारा था.
किंग्स इलेवन की तरफ से मयंक अग्रवाल (60 गेंदों पर 89 रन, सात चौके, चार छक्के) ने संयम और आक्रामकता का अच्छा नजारा पेश किया और आईपीएल में अपना सर्वोच्च स्कोर बनाया. उनकी इस पारी से किंग्स इलेवन ने पांच विकेट पर 55 रन से उबरकर आठ विकेट पर 157 रन बनाये.
The post IPL में खड़ा हुआ नया विवाद, अंपायर के गलत फैसले पर गुस्साई प्रीति जिंटा, बोलीं- ‘हर साल…’ appeared first on News n Feeds.
]]>The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.
]]>The post IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે appeared first on News n Feeds.
]]>