Home Gujarati ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની...

ચેન્નઈ સુપર કિંગ્સની ડેડીઝ આર્મીને યુવા જોડીએ માત આપી; સેહવાગે કહ્યું- CSKની ટીમ ‘બાઘબાન’ જેવું અનુભવી રહી હશે

131
0
  • અભિષેક શર્મા ભારત માટે 2018નો અંડર વર્લ્ડકપ રમેલો, જ્યારે પ્રિયમ ગર્ગ 2020ના અંડર-19 વર્લ્ડકપમાં ટીમનો કેપ્ટન હતો
  • IPLમાં ધોની રનચેઝમાં અણનમ રહ્યો હોય અને તેની ટીમ મેચ હારી હોય એવું છઠ્ઠીવાર બન્યું
  • મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ એટલે IPLની ડેડીઝ આર્મી. લીગની સૌથી અનુભવી ટીમ. અનુભવ બજારમાં વેચાતો મળતો નથી, એ જ સમયે ઉંમરને ક્રિકેટ સાથે કોઈ નિસબત નથી. આ બે ક્લીશ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ સ્લો-મોશનમાં સાપસીડીની રમત માફક ચાલતી રહી. ટોસ હાર્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરતાં ચેન્નઈએ 11 ઓવરમાં માત્ર 69 રન આપીને હૈદરાબાદના ટોપ-4: ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મનીષ પાંડે અને કેન વિલિયમ્સનને આઉટ કર્યા. મેચ ખિસ્સામાં આવી ગઈ હોય અને ત્યાર બાદ ધોની મેચ હારે, આ વાત સાંભળવી કે વિચારવી ગળા નીચે ઊતરતી નથી, પણ આવું થયું!
  • 69 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગની જોડીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવા હાથ મિલાવ્યા. એ જોડી ક્રિઝ પર ભેગી થઈ એ સમયે ચેન્નઈના રવીન્દ્ર જાડેજની 4, ડ્વેન બ્રાવોની 3, પીયૂષ ચાવલા અને શાર્દુલ ઠાકુરની 2, જ્યારે દીપક ચહરની 1 ઓવર બાકી હતી. ધોની પાસે વિકલ્પોની કમી નહોતી, પણ કંઈક અંશે તે નવા નિશાળિયાઓની તાકાત અને નબળાઈ વિશે જાણતો નહોતો. પ્રિયમ અને અભિષેકની જોડીએ 7 ઓવરમાં 77 રન ફટકારીને મેચનું રૂપ બદલી નાખ્યું.

વિલિયમ્સનના આઉટ થતાં ધોનીએ 12મી ઓવર જાડેજાને આપી. ગર્ગે પહેલા બોલે એક રન લીધો, ત્યાર બાદ ડાબોડી અભિષેક ડાબોડી જડ્ડુ સામે 5 બોલમાં 1 જ રન લઈ શક્યો. મેચ પર ચેન્નઈની પકડ યથાવત્. 13મી ઓવરમાં ચાવલાએ માત્ર 6 રન આપ્યા. બંને બેટ્સમેનને આ બે ઓવર દરમિયાન તકલીફ નહોતી પડી. તેઓ ઇનિંગ્સને સ્થિરતા આપી રહ્યા હતા. ઇનિંગ્સની 14મી અને જાડેજાની બીજી ઓવરમાં ગાડી ચોથા ગિયરમાં નાખી. અભિષેકે 1 ફોર અને 1 સિક્સ મારી, 6 બોલમાં બંનેએ કુલ 14 રન લીધા. 14 ઓવર 91/4. જાડેજામાં રન આવતાં ધોનીએ બ્રાવોને બોલ આપ્યો. CSKના ચેમ્પિયન બોલરમાં યુવા જોડીએ 9 રન કર્યા. સ્કોર: 15 ઓવર 100/4. ધોની સમજી ગયો કે, અહીંથી બીજા 50 રન અને ધીમી વિકેટ પર 150 ચેઝ કરવા અઘરા પડશે. પાર્ટનરશિપ તોડવા તેણે સેમ કરનને વિકેટ લેવાની જવાબદારી આપી.

newsnfeeds
newsnfeeds

રનચેઝમાં ચેન્નઈની શરૂઆત ફરી એકવાર નિરાશાજનક રહી. તેમણે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવતાં 36 રન કર્યા. 9મી ઓવરના બીજા બોલે કેદાર જાધવ પણ લાંબો સંઘર્ષ કર્યા પછી 10 બોલમાં 3 રન કરીને આઉટ થયો. રવીન્દ્ર જાડેજા બેટિંગ કરવા આવ્યો. ધોની-જાડેજા પાર્ટનરશિપનો પહેલો બોલ રમે એ પહેલાં ટીમને 10.54ની રનરેટે 70 બોલમાં 123 રનની જરૂર હતી. તેમણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એ રીતે બેટિંગ કરી. 14 ઓવર સમાપ્ત થઇ ત્યારે જરૂરી રનરેટ 14 ઉપર પહોંચી ગયો હતી. જાડેજાએ જોકે પછી ચોક્કા-છગ્ગાનો વરસાદ કરતાં 13 વર્ષે IPLમાં પહેલીવાર ફિફટી મારી. રનરેટ પહોંચની બહાર હતો, પરંતુ માહી ઊભો હતો. 19મી ઓવરમાં ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થતાં ખલીલે તે ઓવર પૂરી કરી. અંતિમ ઓવરમાં 28 રનની જરૂર હતી, સ્પિનરના હાથમાં બોલ હતો અને માહી ઊભો હતો.

સ્પિનર સામેના મુકાબલામાં 4 સાચા શોટ, 6માંથી 4 સાચા શોટ અને મેચ ફરી એકવાર પલટી શકે એમ હતી. પહેલા બોલે 5 વાઈડ. હવે 6 બોલમાં 23 રન જોઈએ. 2,4 અને 1. ધોની નોન-સ્ટ્રાઈકર એન્ડ પર જતો રહ્યો અને મેચની ઔપચારિકતા પણ સમાપ્ત થઈ. આ ઓવરના 3 બોલ નાખતાં 5થી વધુ મિનિટ થઈ, કારણ કે માહીએ વચ્ચે બ્રેક લીધેલો તેમજ દવા પણ લીધી હતી. મેચ પછી તેણે કહ્યું, “હું બોલને મિડલ કરી શક્યો નહોતો. બહુ જોરથી મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ વિકેટ સ્લો હોય ત્યારે ટાઈમ કરવું વધુ સારું છે. બહુ ટાઇમ પહેલાં અમે સતત ત્રણ મેચ હાર્યા હતા. અમારે પ્રોફેશનલ રીતે રમવાની જરૂર છે. કેચ છોડીએ, નો-બોલ નાખીએ એ ન ચાલે. અમે ભૂલો સુધારીને આવતી મેચમાં સ્ટ્રોંગ કમબેક કરવાનો પ્રયાસ કરીશું.

ફરવાના શોખીનો માટે ખુશખબર, VISA વગર આ 16 દેશનો કરી શકો છો પ્રવાસ