Home Sports IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી,...

IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે

266
0

IPLની 13મી સીઝનની 22મી મેચ સનારાઇઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આજે દુબઈમાં રમાશે. ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થવાના કારણે ટુર્નામેન્ટમાથી બહાર થવાથી હૈદરાબાદ ટીમનું બેલેન્સ બગડી ગયું છે. તેણે સીઝનમાં અત્યાર સુધીમાં 2 મેચ જ જીતી છે. જો કે લીગમાં પંજાબની સ્થિતિ પણ સારી નથી. તે 5માંથી છેલ્લી 4 મેચ હાર્યા બાદ પંજાબ પોઇન્ટ ટેબલના તળિયે છે.

બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોની વાત કરીએ તો, હૈદરાબાદે 3 અને પંજાબની ટીમે 2 મેચ જીતી છે. જીટી સીઝનમાં બંને ટીમોની વચ્ચે રમાયેલી 2 મેચોમાં બંનેએ 1-1 મેચ જીતી હતી.

વોર્નર અને બેયરસ્ટો પર મહત્વપૂર્ણ જવાબદારી
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનર જોની બેયરેસ્ટો પર ટીમને સારી શરૂઆત આપવવા માટેની જવાબદારી રહેશે. મનીષ પાંડે હજી સુધી કંઈ ખાસ કરી શક્યા નથી. એવામાં યુવા ખેલાડીઓ પરનું દબાણ હટાવવા માટે આ ત્રણેય બેટ્સમેનોને ઉપરથી રન બનાવવા પડશે.

રાશિદખાન પર બોલિંગની જવાબદારી
ભુવનેશ્વર કુમાર અને મિશેલ માર્શ ઘાયલ થતાં ટીમની બોલિંગની જવાબદારી સ્પિનર ​​રાશિદ ખાન પર આવી છે. છેલ્લી કેટલીક મેચોમાં રાશિદ લયમાંપાછો ફરતો જોવા મળ્યો છે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં રાશિદે 4 ઓવરમાં 22 રન આપીને એક વિકેટ ઝડપી હતી. એવામાં આવી મેચમાં ટીમને તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ હશે.

રાહુલ અને મયંક સિવાય પંજાબના બાકીના બેટ્સમેન ચાલી રહ્યા નથી
પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવવાની દ્રષ્ટિએ ટોપ-3 માં છે. પરંતુ ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન સહિતના મિડલ ઓર્ડર બેટ્સમેનનું નબળું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બનેલો છે.

પંજાબની બોલિંગ ડેથ ઓવરમાં નબળી પડી
પંજાબના બોલરો શરૂઆતની ઓવરમાં તો શાનદાર બોલિંગ કરી રહ્યા છે, પરંતુ ડેથ ઓવરમાં તેમની બોલિંગ ટીમને મોટો સ્કોર બનાવવામાં રોકી રહી નથી. મોહમ્મદ શમીએ 5 મેચમાં 8 વિકેટ લીધી છે અને શેલ્ડન કોટ્રેલે 5 મેચમાં 5 વિકેટ લીધી છે. રવિ બિશ્નોઇએ પોતાની ધારદાર બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

મુંબઈ- હૈદરાબાદના મોંઘા ખેલાડી
હૈદરાબાદના સૌથી મોંઘા ખેલાડી ડેવિડ વોર્નર છે. તેમણે ફ્રેંચાઇઝી સીઝનના 12.50 કરોડ રૂપિયા આપશે. ત્યાર બાદ ટીમના બીજા મોંઘા ખેલાડી મનીષ પાંડે (11 કરોડ) છે. જ્યારે, પંજાબમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે.

પીચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન 24 થી 39 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાથી સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટિમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. દુબઈમાં આ IPL પહેલા અહિયાં થયેલ છેલ્લી 61 ટી-20માં પહેલા બેટિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે.

  • આ મેદાન પર કુલ ટી 20: 61
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 34
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી: 26
  • પ્રથમ દાવમાં સરેરાશ ટીમનો સ્કોર: 144
  • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 122

હૈદરાબાદ 2 વાર ટાઇટલ જીત્યું
હૈદરાબાદ પણ ત્રણ વખત (2018, 2016, 2009)માં ફાઇનલ રમ્યું છે અને બે વાર (2016, 2009) જીત્યું છે. તે જ સમયે, પંજાબે હજુ સુધી આઈપીએલનો ખિતાબ જીત્યો નથી. પંજાબ 2014માં ફક્ત એક વાર ફાઈનલમાં પહોંચી શક્યું છે.

આઈપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ પંજાબ કરતા વધુ
આઇપીએલમાં હૈદરાબાદનો સક્સેસ રેટ 53.09% છે. હૈદરાબાદે અત્યાર સુધીમાં 113 મેચ રમી છે, જેમાંથી તે 60 મેચ જીતી ચૂક્યું છે અને 53 હારી છે. તે જ સમયે, પંજાબનો સક્સેસ રેટ 45.58% છે. પંજાબે અત્યાર સુધીમાં 181 મેચ રમી છે, જેમાંથી તે 83 જીતી છે અને 98 હારી છે.

રિયા ચક્રવર્તી જેલમાંથી મુક્ત, સંજોગોમાંથી શરતી જમિન