Home Gujarati T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની...

T20માં બુમરાહ 200+ વિકેટ લેનારો ભારતનો પ્રથમ ફાસ્ટ બોલર બન્યો, જસપ્રિત બુમરાહની IPLમાં પણ 100 વિકેટ પૂર્ણ

138
0
  • ભારતના 5 સ્પિન બોલરોએ ટી20માં 200+ વિકેટ લીધી છે

જસપ્રીત બુમરાહની બુધવારે બેંગલુરુ વિરુદ્ધ 3 વિકેટની સાથે જ આઈપીએલમાં 100 વિકેટ પુરી થઈ. તે અત્યાર સુધી 102 વિકેટ લઈ ચુક્યો છે. બુમરાહની ટી20માં કુલ 200 વિકેટ પૂરી થઈ છે. તે આમ કરનારો પ્રથમ ફાસ્ટ બોલર છે. તેના અગાઉ આપણાં 5 સ્પિન બોલર આવું કરી ચૂક્યા છે. બુમરાહ આઈપીએલમાં 100+ વિકેટ લેનારો 16મો બોલર છે. અત્યાર સુથી 9 ફાસ્ટ, જ્યારે 7 સ્પિન બોલરોએ આ સિદ્ધિ મેળવી છે. સૌથી વધુ 170 વિકેટ શ્રીલંકાના લસિથ મલિંગાના નામે છે.

ટી20માં ભારત તરફથી સૌથી વધુ વિકેટ પીયૂષ ચાવલાએ લીધી છે

બોલર મેચ વિકેટ બેસ્ટ
પીયૂષ ચાવલા 244 257 4/17
અમિત મિશ્રા 232 256 5/17
આર.અશ્વિન 242 244 4/8
હરભજન સિંહ 265 235 5/18
યુજવેન્દ્ર ચહલ 184 207 6/25
જસપ્રીત બુમરાહ 169 202 4/20