Home Gujarati IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે

IPLની 13મી સીઝન આવતીકાલથી ચાલુ થશે

171
0
  • લીગની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે
  • 2019માં 10થી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર
  • IPLની 13મી સીઝન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ જીતની દેવાદાર મનાય છે, પરંતુ UAEમાં તેના રેકોર્ડ તદ્દન વિપરીત છે. 2014માં પણ લીગની પ્રારંભિક 20 મેચ UAEમાં રમાઈ હતી. મુંબઈ તમામ 5 મેચ હારી ગયું હતું, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે તમામ 5 મેચમાં જીત મેળવી હતી. પંજાબ અપરાજેય રહેનારી એકમાત્ર ટીમ હતી. લીગમાં આ વખતની રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાસ્ટ બોલિંગ તો મુંબઈ માટે સ્પિન બોલિંગ મુશ્કેલીનું કારણ બની શકે છે.
  • ipl-newsnfeed
    ipl-newsnfeed
  • 1. ચેન્નાઈ સુપરકિંગ્સ: રૈના અને હરભજનનું નિકળી જવું ટીમ માટે મોટો ઝટકો છે. ધોની, પ્લેસિસ અને રાયડુ પર બેટિંગ નિર્ભર રહેશે. બ્રાવો અને જાડેજા મજબૂત કડી. દીપક ચાહર ઉપરાંત અન્ય ફાસ્ટ બોલર ચિંતાનું કારણ.
    2. મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત, ડી કોક, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પર બેટિંગની જવાબદારી. બુમરાહ અને ટ્રેન્ટ બોલર બોલિંગ આક્રમણ સંભાળશે. મલિંગાના નિકળી જવાથી ડેથ ઓવરમાં અસર પડશે.
    3. કોલકાતા નાઈટરાઈડર્સ: વિદેશી તરીકે સુનીલ નારાયણ, રસેલ, મોર્ગન અને કમિન્સનું રમવાનું પાકું. ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી અને શિવમ માવી લાંબા સમય પછી રમી રહ્યા છે.
    4. રાજસ્થાન રોયલ્સ: ટીમ વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર છે. સંજુ સેમસન અને રોબિન ઉથપ્પા સિવાય કોઈ અનુભવી બેટ્સમેન નહીં. આર્ચર સિવાય સારા ફાસ્ટ બોલરનો અભાવ છે.
    5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કોહલી, ડિવિલિયર્સ અને ફિન્ચ પર બેટિંગ નિર્ભર. ઓલરાઉન્ડર તરીકે મોઈન અલી. ભારતીય ફાસ્ટ બોલર સિરાજ, નવદીપ સૈની અને ઉમેશ યાદવનું પ્રદર્શન ખાસ નહીં.
    6. કિંગ્સ ઈલેવન પંજાબ: મુજીબ, સુચિથ, મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ જેવા સારા સ્પિનર. કેપ્ટન રાહુલ, ગેલ, મેક્સવેલ, પૂરુન પર બેટિંગ આધારિત. ફાસ્ટ બોલર તરીકે શમી, કોર્ટ્રેલ અને જોર્ડનની જોડી.
    7. સનરાઈઝર્સ હૈદરાબાદ: ટીમ ઓપનિંગ બેટિંગ વોર્નર અને બેયસ્ટો પર વધુ નિર્ભર. મનીષ પાંડે ઉપરાંત મધ્યમ ક્રમમાં કોઈ ભારતીય બેટ્સમેન નહીં. સ્પિનર તરીકે રાશિદ, નબી અને નદીમ પર આધાર.
    8. દિલ્હી કેપિટલ્સ: કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શો, ધવન, પંત, રહાણે અને હેટમાયર જેવા બેટ્સમેન. ઓલરાઉન્ડર તરીકે સ્ટોઈનિસ અને અક્ષર. સ્પિન આક્રમણમાં અશ્વિન, અમિત મિશ્રા, સંદીપ લમિછાને જેવા માસ્ટર.
  • સ્પિનર્સ સૌથી મહત્ત્વનાં રહેશે. છેલ્લી 3 સિઝનના રેકોર્ડ જોઈએ તો સ્પિન બોલરોની ઈકોનોમી સૌથી સારી રહી. 2019માં 10થી વધુ મેચ રમનારા ખેલાડીઓની 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર રહ્યા. લેગ સ્પિનર રાશિદ ખાને 6.28,રવિન્દ્ર જાડેજા (15)એ 6.35, લેગ સ્પિનર રાહુલ ચાહર (13)એ 6.55, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ(19)એ 6.63 અને લેગ સ્પિનર ઈમરાન તાહિર(26) એ 6.69ની ઈકોનોમીથી રન આપ્યા છે.
  • https://newsnfeeds.com/decision-to-give-higher-salary-benefit-to-teachers-and-non-academic-staff-of-non-granted-schools-in-gujarat/