Home Sports IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે...

IPL 2020: ધોનીની ટીમ હજુ પણ પહોંચી શકે છે પ્લેઓફમાં, આ છે પૂરું ગણિત

167
0

IPL પોઇન્ટ ટેબલમાં છેલ્લા નંબરે રહેલી CSKને પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે આ બાબતોનું રાખવું પડશે ધ્યાન

આ વર્ષે આઇપીએલમાં 40 મેચ બાદ પ્લેઓફની રેસ રસપ્રદ બની થઈ છે. ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવું નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોથી ટીમ કઈ હશે તેને લઈને સસ્પેન્સ ઊભું થઈ રહ્યું છે. એવામાં દરેકની નજર ચેન્નઈ સુપર કિંગ્સ પર ટકેલી છે. ધોનીની કેપ્ટન્સીમાં આ ટીમે દરેક વખતે આઇપીએલના પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું છે. પરંતુ આ વખતે ધોનીની ટીમ મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. હાલમાં ચેન્નઈની ટીમ પોઇન્ટ ટેબલ (IPL Points Table)માં છેલ્લા નંબરે છે. સાથોસાથ નેટ રનરેટ પણ માઇનસ (-0.463) છે. એવામાં સવાલ ઊભો થાય છે કે શું ધોનીની ટીમ હવુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. આવો આઇપીએલની અલગ-અલગ સ્થિતિના માધ્યમથી તેને સમજવાનો પ્રયાસ કરીએ.

ચેન્નઈની બાકી બચેલી મેચો

ચેન્નઈ સુપર કિંગ્સને હજુ ચાર મેચ રમવાની છે. આ મેચ છે- મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ

નેટ રનરેટ વગર પ્લેઓફમાં પહોંચવાની આશા

– ચેન્નઈ સુપર કિંગ્સને બાકી બચેલી ચારેય મેચ જીતવી જ પડશે.- ચેન્નઈને એવી પણ આશા રાખવી પડશે કે હાલની ટોપ ત્રણ ટીમો (DC, RCB અને MI) પોતાની તમામ બચેલી મેચ જીતે.
– સાથોસાથ આ ત્રણેય ટીમો પરસ્પર રમાનારી મેચોથી પણ ચેન્નઈને કોઈ લેવા-દેવા નથી.
– ચેન્નઈની ટીમ ચોથા નંબર પર પહોંચી શકે છે જો કેકેઆર બાકી બચેલી ચાર મેચમાંથી માત્ર એક જીતે છે.
– આ ઉપરાંત ચેન્નઈએ ઈશ્વરને પણ પ્રાર્થના કરવી પડશે કે સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સને બેથી વધુ મેચમાં જીત ન મળે.
– આવી સ્થિતિમાં ચેન્નઈના ખાતામાં 14 પોઇન્ટ આવી જશે અને તે નેટ રનરેટ વગર જ સીધી પ્લેઓફમાં પહોંચી જશે.

નેટ રનરેટથી નિર્ણય લેવાતાં…

– એક તરફ સમીકરણ બને છે કે ચેન્નઈની ટીમ નેટ રનરેટના આધાર પર ક્વોલિફાય કરી લેશે. અનેક ટીમોના 14 પોઇન્ટ થઈ શકે છે.
– એવામાં ચેન્નઈ સુપર કિંગ્સને નેટ રનરેટને સારો કરવા માટે મોટા અંતરથી ઓછામાં ઓછી બે મેચ જીતવી પડશે. બાકી બચેલી તમામ મેચ પણ જીતવી પડશે.

મુંબઈની વિરુદ્ધ જો ચેન્નઈ હારી ગયું તો શું થશે?

મુંબઈની વિરુદ્ધ હાર બાદ પણ ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટથી બહાર નહીં થાય. 12 પોઇન્ટની સાથે તે પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. જેમ કે સનરાઇઝર્સે ગયા વર્ષે કર્યું હતું. પરંતુ ચેન્નઈ માટે આ પડકાર સરળ નથી. તેણે બીજી ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. એવામાં સૌથી સરળ એ છે કે તે સારા નેટ રનરેટ સાથે તમામ બચેલી મેચ જીતી લે.