Home blog Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો

Petrol Diesel Price: પેટ્રોલ-ડીઝલે વધારી જનતાની ચિંતા, સતત પાંચમાં દિવસે ભાવમાં વધારો

140
0

આપના શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલા વધારો થયો? જાણવા માટે કરવું પડશે એક નાનું કામ

સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો.

રોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ

નોંધનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ (Petrol-Diesel Price on 24 November 2020)

દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.

આપના શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ, આવી રીતે જાણો

પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ SMS કરીને પણ જાણી શકાય છે (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.