Home blog વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી...

વરરાજાએ વરઘોડામાં બંદૂક કાઢી ફાયરિંગ કર્યુ, Video વાયરલ થયા બાદ પોલીસ દોડતી થઈ

250
0

અમદાવાદના ઓઢવમાં પોલીસને પડકારતો વરરાજા, લગ્નના આવેશમાં કાયદો ખીસ્સામાં મૂકીને હવામાં ફાયરિંગ કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ – બર્થ ડે પાર્ટીમાં, સામાજિક પ્રસંગ માં કે પછી શોખ માટે હવા માં ફાયરિંગ કરવાનો જાણે કે એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાક દિવસ અગાઉ અમદાવાદમાં એક પછી એક ફાયરિંગના ચારથી પાંચ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી ઊઠી હતી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જોકે આ ઘટના બાદ પણ હજી પણ લોકો જાણે કે સુધરવાનું નામ ન લઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઓઢવમાં લગ્ન પ્રસંગનાં વરઘોડા દરમિયાન વરરાજાએ જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું છે.

અમદાવાદમાં દિવાળીના પર્વ બાદ કોરોના ના કેસ માં વધારો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા સામાજિક પ્રસંગોમાં સો વ્યક્તિઓને હાજર રહેવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વરઘોડો નીકાળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે શહેરના ઓઢવ વિસ્તારમાં આ ગાઈડ લાઈન ની એસીતેસી થઈ હોવાનું જોવા મળ્યું છે. ઓઢવ માં હરે કૃષ્ણ સોસાયટી પાસે લગ્ન માં વરઘોડો પણ નીકળવામાં આવી રહ્યો છે.