Home blog ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે

ગુજરાત બોર્ડની પરીક્ષાના ફોર્મ 15મી બાદ ભરાશેઃ તારીખો ટૂંકમાં જાહેર થશે

1330
0

થોડા દિવસમાં સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૂ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાશે

10 અથવા 17 મેથી બોર્ડ પરીક્ષા શરૂ થવાની શક્યતા

સીબીએસઈ દ્વારા તાજેતરમાં ધોે.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ઉતરાયણ સુધીમાં અથવા ઉતરાયણ બાદ ટાઈમટેબલ સાથે તારીખો જાહેર કરી દેવાય તેવી શક્યતા છે.ગુજરાત બોર્ડની પરીક્ષા ૧૦ મે અથવા ૧૭ મેથી શરૃ થાય તેવી શક્યતા છે. થોડા દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યની રજિસ્ટર્ડ સ્કૂલોનું અને તેના વિષયવાર શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાશે ત્યારબાદ ઉતરાયણ પછી ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાના તબક્કાવાર ફોર્મ ભરાવાનું શરૃ થશે.

સીબીએસઈ દ્વારા ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ ગુજરાત બોર્ડના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી  મુજબ ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિની થોડા જ દિવસમાં બેઠક મળશે અને જેમાં પરીક્ષાનું ટાઈમ ટેબલ નક્કી કરવામા આવશે.જો કે તે પહેલા પરીક્ષાની તારીખો સરકારની મંજૂરીથી જાહેર કરી દેવાશે. મળતી માહિતી મુજબ ૧૦ મે અથવા ૧૭ મેથી ગુજરાત બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષા શરૃ થાય તેવી શક્યતા છે.હાલ આ બે તારીખો નક્કી છે.જેના પર સરકારની મંજૂરી બાકી છે.  બોર્ડ પરીક્ષા માટે સ્કૂલ રજિસ્ટ્રેશન તથા ટીચર્સ રજિસ્ટ્રેશન અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનની હાલ તૈયારીઓ ચાલી રહી છે.થોડા જ દિવસમાં ગુજરાત બોર્ડ દ્વારા સૌપ્રથમ સ્કૂલ અને ટીચર્સ રજિસ્ટ્રેશન શરૃ થશે.

સ્કૂલો અને શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ ઉતરાયણ પછી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાવાનુ શરૃ થશે. પ્રથમ તબક્કામાં ધો.૧૨ સાયન્સની બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરાય તેવી શક્યતા છે અને ત્યારબાદ તબક્કાવાર ૧૨ સા.પ્ર. અને ધો.૧૦ના સ્ટુડન્ટસનું રજિસ્ટ્રેશન થશે.અંદાજે ૧૮થી૧૯ લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાતી હોઈ વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા અને બેથીત્રણ વાર ફોર્મ ભરવાની મુદત આપ્યા બાદ સેન્ટરો ગોઠવવામા ઘણો સમય લાગે તેમ હોઈ બોર્ડે હવે ઉતરાયણ બાદ પ્રક્રિયા શરૃ કરી દેવી પડે તેમ છે.જો કે સ્કૂલો ફેબુ્રઆરી સુધી નહી ખુલે.ફેબુ્રઆરીમાં પણ સ્કૂલો ક્યારથી ખોલવી તે બાબતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટી નિર્ણય કરશે.