Home Gujarati US વર્લ્ડ જમ્પ રોપ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ત્રણ પાટીદાર સહિત 4 ખેલાડી

US વર્લ્ડ જમ્પ રોપ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ત્રણ પાટીદાર સહિત 4 ખેલાડી

111
0

દીપક ભાટી, અમદાવાદ: અમેરિકાના ઓરલાન્ડો શહેરમાં હાલ ચાલી રહેલી વર્લ્ડ જમ્પ રોપ (દોરડાકૂદ) ચેમ્પિયનશિપમાં ભારતમાંથી ચાર સભ્યોની ટીમ ગઈ છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આ ચારેય ખેલાડી ગુજરાતના જ છે. મૂળ તો પાંચ સભ્યની ટીમ જવાની હતી જેમાં પાંચમો સભ્ય પણ ગુજરાતનો જ હતો, પરંતુ તેને છેલ્લી ઘડીએ યુએસના વિઝા ન મળતા તે જઈ શક્યો નહોતો. જમ્પ રોપ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગુજરાતના જે 4 ખેલાડીઓ ગયા છે તે તમામ પાછા આણંદ જિલ્લાના જ રહેવાસી છે. આમાં ત્રણ યુવતી અને એક યુવકનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા તેઓ યુએસ રવાના થયે તે પહેલાં સ્થાનિક લોકોએ તેમનું સન્માન કર્યું હતું.

ફ્લોરિડાના ઓરલાન્ડોમાં 1 જુલાઈથી શરૂ થઈ વર્લ્ડ જમ્પ રોપ ચેમ્પિયનશિપ

વર્લ્ડ જમ્પ રોપ ચેમ્પિયનશિપ 1 જુલાઈથી ફ્લોરિડાના ઓરલેન્ડો શહેરની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા ખાતે શરૂ થઈ ચૂકી છે. 10 જુલાઈ સુધી ચાલનારી આ સ્પર્ધા માટે ખેલાડીઓ તાજેતરમાં અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા. આ ખેલાડીઓને પ્રોત્સાહન પુરું પાડવા માટે જમ્પ રોપ એસોસિએશન ઓફ ગુજરાતના સભ્યો હાજર રહ્યાં હતા. જમ્પ રોપ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જનારા ખેલાડીઓમાં પૃથ્વીલ પટેલ, નીતિ પંડ્યા, શ્રેયા પટેલ અને નીતિ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે પ્રીત પટેલને સમયસર વિઝા ન મળવાથી તે જઈ શક્યો નથી.

આણંદમાં પોલીસનો આરામ, 5 બંગલોમાંથી અંદાજે 25 લાખની તસ્કરી

આગળની સ્લાઈડ્સમાં વાંચો: કેવી રીતે આ ખેલાડીઓ જોડાયા રોપ જમ્પ સાથેની રમતમાં ?

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


અમેરિકા વર્લ્ડ જમ્પ રોપ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ત્રણ પાટીદાર સહિત 4 ખેલાડી


ગુજરાતના આણંદ જિલ્લાના નાના ગામના આ ખેલાડીઓમાં ત્રણ યુવતીઓ અને એક યુવક


1 જુલાઈથી ફ્લોરિડાના ઓરલેન્ડો શહેરની યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ ફ્લોરિડા ખાતે ચેમ્પિયનશિપ શરૂ


પૃથ્વીલ પટેલ( રોપ જમ્પર)


નીતિ પંડ્યા ( રોપ જમ્પર)


શ્રેયા પટેલ ( રોપ જમ્પર)


નીતિ પટેલ ( રોપ જમ્પર)


Four Gujaratis Selected For World Jump Rope Championship 2018


Four Gujaratis Selected For World Jump Rope Championship 2018


Four Gujaratis Selected For World Jump Rope Championship 2018