Home Gujarati આ Gay Prince પણ લડ્યા હતા Section 377ની જંગ, સમલૈંગિકો માટે વૃક્ષો...

આ Gay Prince પણ લડ્યા હતા Section 377ની જંગ, સમલૈંગિકો માટે વૃક્ષો પર લટકાવતા ખાસ વસ્તુ

94
0

એનઆરજી ડેસ્કઃ સમલૈંગિકતાને ગેરકાયદેસર ગણતી IPC કલમ 377 (Section 377)ની માન્યતા પર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચે કહ્યું કે, સમલૈંગિકતા અપરાધ નથી. નવતેજ સિંહ જૌહર, સુનીલ મહેરા, અમન નાથ, રિતુ ડાલમિયા અને આયશા કપુરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કોર્ટને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવાની માંગણી કરી હતી. ત્યારબાદ ફેર વિચારણા કરવામાં આવી અને નિર્ણયને બદલવામાં આવ્યો. આ 5 લોકો સિવાય એક પ્રિન્સ એવા પણ હતા જેઓએ Section 377 પર જંગ લડી હતી. 10 વર્ષ પહેલાં સમલૈંગિક હોવાની કબૂલાત કરી ચૂકેલા દેશના પ્રથમ રાજ પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલા માનવેન્દ્ર સિંહ ગોહેલે પોતાની ચેરિટી શરૂ કરી હતી, જે હેઠળ તેઓ વૃક્ષો પર કોન્ડમ લટકાવતા હતા. ત્યારબાદથી એઇડ્સના ફેલાવાને રોકવા માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા છે.

UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; ‘પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત’

સમલૈંગિકાના અધિકારો અંગે શિક્ષિત કરવાનું બીડું

– ગુજરાતના રાજપીપળાના સિંહાસનના ઉત્તરાધિકારી તથા શાહી યૌદ્ધા વંશના સભ્ય માનવેન્દ્ર સિંહ ગોહેલે પોતાની ખ્યાતિ અને પદનો ઉપયોગ કરી દેશમાં ગે સમુદાયને સુરક્ષિત સેક્સ તથા તેઓના અધિકારો અંગે શિક્ષિત કરવાનું બીડું ઝડપ્યું છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં સમલૈંગિકતા કાયદેસર રીતે અપરાધ છે.
– એક ઇન્ટરવ્યુમાં તેઓએ દેશમાં ફેલાયેલા પ્રાચીન મંદિરોમાં રહેલા સમલૈંગિક મૂર્તિઓ તથા કામસૂત્રોનો હવાલો આપતા માનવેન્દ્રએ કહ્યું કે, લોકો કહે છે કે, સમલૈંગિકતા પશ્ચિમ સભ્યતાની દેન છે. પરંતુ આ તદ્દન ખોટું છે.

‘તે સીટ ઉપર સૂઇ ગઇ અને ઝીપ ખોલી નાખી’: ઉબેરના ડ્રાઇવર્સે જણાવ્યું બેકસીટમાં પેસેન્જર્સ કરે છે કેવી હરકતો!

કાયદા વિરૂદ્ધના અભિયાનનો હિસ્સો

– માનવેન્દ્ર સિંહ ગોહેલ એ અભિયાનનો પણ હિસ્સો રહ્યા જે તે સમયે કાયદા વિરૂદ્ધ હતું, આ હેઠળ દેશમાં સમલૈંગિકતાને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે.
– તેઓની સંસ્થા લક્ષ્ય ફાઉન્ડેશન સમલૈંગિક પુરૂષો તથા ટ્રાન્સજેન્ડરોની સાથે કામ કરે છે અને સુરક્ષિત સેક્સનો પ્રચાર કરે છે. જો કે, તેઓને પોલીસની તરફથી સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
– તેઓનું કહેવું છે કે, બસ આ માટે જ લોકો ડરતાં-ડરતાં સેક્સ સંબંધ બનાવતા રહે છે અને અસુરક્ષિત સેક્સ યથાવત છે.
– જ્યારે અમે પુરૂષો સાથે સંબંધ બાંધતા પુરૂષો સાથે કામ કરવાનું શરૂ કર્યું, તો પોલીસે અમને પરેશાન કર્યા અને ધમકાવ્યા.
– માનવેન્દ્ર સિંહ ગોહેલે જણાવ્યું કે, અમે સાર્વજનિક શૌચાલયો તથા સાર્વજનિક પાર્કમાં વૃક્ષો પર કોન્ડમ રાખવાનું શરૂ કર્યુ. કારણ કે, અમે તેઓને સેક્સ સંબંધ સ્થાપિત કરવાથી અટકાવવા નથી ઇચ્છતા, પરંતુ ઇચ્છીએ છીએ કે તેઓ સુરક્ષિત સેક્સ કરે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


માનવેન્દ્ર સિંહ ગોહેલ એ અભિયાનનો પણ હિસ્સો રહ્યા જે તે સમયે કાયદા વિરૂદ્ધ હતું. (ફાઇલ)