Home Gujarati રાધનપુર ડેપોના કર્મચારીઓએ સાચા અર્થમાં સાર્થક કરી ગાંધીજયંતી

રાધનપુર ડેપોના કર્મચારીઓએ સાચા અર્થમાં સાર્થક કરી ગાંધીજયંતી

116
0

રાધનપુર: ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. ગાંધીજયંતી નિમિત્તે રજા રાખવાને બદલે જો ક્યાંક સફાઇ કાર્ય કરવામાં આવે તો સાચા અર્થમાં ગાંધીજયંતી સાર્થક થાય. આજ વિચારને મનમાં રાખીને રાધનપુર બસ ડેપોમાં સફાઇનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સવારે તડકો ચડતાંજ ડ્રાઇવર, કંડક્ટર, ટ્રાફીક કન્ટ્રોલના કર્મચારીઓ, મેકેનિકથી લઇને ડેપોના દરેક કર્મચારીઓએ હાથમાં ઝાડુ ઉપાડી લીધાં . લોકોનો જાગૃત કર્યાં અને અમુક મુસાફરોએ પણ સફાઇમાં હાથ આપ્યો હતો. ડેપો મેનેજર રઘુવીરસિંહે જણાવ્યું કે તેઓ ગાંધીજીના સફાઇના સંદેશને અનુલક્ષીને આ કામ કર્યું હતું જેથી લોકોમાં સારો સંદેશ જાય. તે સિવાય રાધનપુરમાં કોઇ મોટો બગીચો નથી . એટલે અહીં એવી સ્વચ્છતા રાખીએ છીએ કે લોકો સાંજે આરામથી બેસવા આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Radhanpur Bus depot celebrates Gandhi Jayanti