Home Gujarati NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે, HRD મિનિસ્ટરે ટ્વીટ...

NEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે, HRD મિનિસ્ટરે ટ્વીટ કરી જાહેર કર્યું

81
0

અમદાવાદઃNEET અને JEEની પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે તેવી સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંતલોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યની આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટેલ અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો ઘરે જતા રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારે તેમને વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એપ્રિલ માસના ખર્ચ પેઠે અંદાજે 3 લાખ 25 હજાર જેટલા બાળકોના વાલીના ખાતામાં આ રકમ જમા કરાવવામાં આવશે. સરકારે આ માટે 50 કરોડ રુપિયાનો ખર્ચ કરવો પડશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ ત્રણ કેસ પોઝિટિવ આવ્યાં

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે.જ્યારે રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતારાજ્યમાં કોરોનાના કુલ 47 દર્દી નોંધાયા છે. આ સાથે જ રાજકોટમાં કુલ કોરોનાના 8 દર્દી થયા છે.જો કે આજે સવારે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્યમાં12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા હતા.પરંતુ સાંજે રાજકોટમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંબે પુરૂષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ક્યાં કેટલા કેસ પોઝિટિવ આવ્યાં?

અમદાવાદ – 15

વડોદરા – 8

રાજકોટ – 8

સુરત – 7

ગાાંધીનગર – 7

ભાવનગર – 1

કચ્છ – 1

98 લાખ લોકોનું સર્વેલન્સ કર્યું
આ મામલે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ ડોર ટુ ડોર સર્વેલન્સ અને ટેલિફોનિક સર્વેલન્સની કામગીરી કરી રહ્યાં છે. જે અતંર્ગત અત્યર સુધી 98.26 લાખ કરતા વધારે લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. જેમાં લોકોના આરોગ્યને લગતી માહિતી સહિત ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવી છે.

દરરોજ 1000 ટેસ્ટ કરી શકાશે
જ્યારે આજે કોરોના વાઇરસના કુલ 88 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 33 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકીના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોના વાઇરના ટેસ્ટિંગ માટે માન્યતા મળી જતા હવે રાજ્યમાં કુલ છ સરકારી લેબોરેટરી અને 2 ખાનગી લેબોરેટરીનેમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવશે. જેનાથી પ્રતિદિન 1000 જેટલા ટેસ્ટ કરી શકાશે.

બહાર જવા માટેખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે

લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનોસંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનોઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી 54 રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યાછે. ગુજરાત બહાર જતા 18 હજાર લોકોને રોકવામાં આવ્યા છે.

ગુજરાત અપડેટ
>>કોરોનાની મહામારીમાં સહાયરૂપ થવા ગુજરાત વકફ બોર્ડે મુખ્યપ્રધાન રાહતનિધિમાં 5 લાખ રૂપિયા આપ્યા.

>> NEETઅને JEEની પરીક્ષા મે મહિનાના અંતમાં લેવાશે

<< શ્રમિકોએ ખાવાપીવા અને રહેવાની વ્યવસ્થા માટે હેલ્પલાઈન 1070નો સંપર્ક કરવો

<<સસ્તા અનાજની દુકાનોને બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ આપી, લોકોને વતન મોકલવા 250 એસ.ટી.બસો મુકી

<<29 માર્ચ,12 એપ્રિલ અને 19 એપ્રિલેયોજાનારી GPSCની પરીક્ષા મોકૂફ રાખવામાંઆવી છે.

<<ગુજરાત IAS ઓફિસર્સ એસોસિયેશને મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો સંકલ્પ કર્યો છે.

<< ભાજપપ્રદેશ અધ્યક્ષ વાઘાણી મુજબ,બોર્ડ નિગમોના ચેરમેનો,વાઇસ ચેરમેનો તેમજ તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓના ભાજપના નગરસેવકો, શિક્ષણ સમિતિઓના તમામ સભ્યો તથા ટ્રાન્સપોર્ટ સમિતિઓના તમામ સભ્યો તેમનો એક મહિનાનો પગાર કોરોનાની આફતમાં સહાય કરવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવશે.

મૃત્યુ પામેલા ત્રણેય દર્દી મોટી વયના અને ગંભીર બિમારીથી પીડાતા હતા

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.

36 દર્દી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા
ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 8, વડોદરામાં 8,ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. ગુજરાતના 47પોઝિટિવ દર્દીઓ પૈકીના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીનેઆવેલા છે, જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણેઆંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે
ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

20,103 લોકોને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા
ડૉ.જયંતી રવિએ આગળ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ચુસ્તપણે ક્વોરેન્ટાઈનનું કડક પાલન થાય તેવા પ્રયત્નો કરે છે. ગુજરાતમાં 20,103 લોકોને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. આ પૈકીના 575 લોકો સરકારી ક્વોરેન્ટાઈનમાં અને 19,377 લોકો હૉમ ક્વૉરેન્ટાઈનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે હોમક્વોરેન્ટાઈનનો ભંગ કરનારા 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. લોકો નિયમોનું ઉલ્લંઘન ન કરે તો આપણે કોરોનાના દર્દીઓનીસંખ્યા ઓછી રાખવામાં સફળ રહી શકીશું, અને કોરોનાનો ચેપ ફેલાતો અટકાવી શકીશું.

10 હજાર હેલ્થ વર્કરો દ્વારા ડોર ટૂ ડોર સર્વે
ડૉ. જયંતી રવિએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં દસ હજારથી વધારે ફિમેલ હેલ્થ વર્કરો ડોર ટૂ ડોર સર્વે કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 3 કરોડ, 50 લાખ, 69, 926 લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ગુજરાતની અડધાથી વધારે વસ્તીનો સર્વે કરીને લોકોના આરોગ્યની સાચી ચિંતાકરી છે. આ સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે, 37,885 વ્યક્તિઓએ આંતરરાજ્ય પ્રવાસો કર્યા છે, અને 8,265 જેટલી વ્યક્તિઓએ વિદેશ પ્રવાસ કર્યો છે.અત્યાર સુધીમાં 118 જેટલી વ્યક્તિઓને રોગના ચિન્હો જણાતા તેમને સર્વેલન્સમાં મુકવામાં આવ્યા છે.ગુજરાતમાં વેન્ટિલેટર અને જરૂરી દવાઓ તથા માસ્કનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે લોકોને પૂરતો સહયોગ આપવા અને આરોગ્યની સંભાળ રાખતા જે કર્મચારીઓ ડોક્ટરો ફરજ બજાવે છે તેમને પ્રોત્સાહિતકરવા અનુરોધ કર્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Update LIVE Gujarat: 3 died, 44 positive cases, a third part case of local transmission