Home Gujarati ક્વોરેન્ટાઇનમાં હોવા છતાં બહાર નીકળેલા અમરાઇવાડીના પરિવાર સામે ફરિયાદ નોંધાઈ, ફરીથી 14...

ક્વોરેન્ટાઇનમાં હોવા છતાં બહાર નીકળેલા અમરાઇવાડીના પરિવાર સામે ફરિયાદ નોંધાઈ, ફરીથી 14 દિવસ ક્વોરેન્ટાઇન કર્યાં

92
0

અમદાવાદઃ છેલ્લા 2 દિવસથી ક્વોરેન્ટાઇનમાં રહેલા પરિવારના સભ્યો બહાર નીકળતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમરાઇવાડીના એક પરિવારે 14 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહેવાનો આદેશ હતો. ત્યારે તેમના પરિવારના સભ્યો ક્વોરેન્ટાઇનમાં હોવા છતાં બહાર ફરતા હતા. આ મામલે પોલીસે નિયમ ભંગ કરવાનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરી છે. હાલ આ પરિવારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકરી ક્વોરેન્ટાઇન વિભાગમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમને આગામી 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન મેળવવા નિઃશુલ્ક નંબર જાહેર કર્યાં

કોરોના વાઈરસ જેવી વૈશ્વિક મહામારી સામે દેશ પણ જંગે ચઢ્યો છે. જેને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનુંલોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આજે(27 માર્ચ) લોકડાઉનનો ત્રીજો દિવસ છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 15 પોઝિટિવ દર્દી સામે આવી ચૂક્યા છે. જેને પગલેભાજપ અમદાવાદ મહાનગર ડૉક્ટર સેલની ટીમ દ્વારાનિઃશુલ્ક ટેલિફોનિક મેડિકલ માર્ગદર્શનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે કોઈ નગરજનોને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન જોઈતું હોય તેઓ આ લિસ્ટમાં આપેલા મોબાઇલ નંબર પર જે તે સ્પેશિયાલિટીના ડૉક્ટર સાથે ટેલિફોનિક વાત કરી માર્ગદર્શન મેળવી શકે છે. જે કોઈ લિસ્ટ સિવાયના ડૉક્ટર મિત્રો આ માનવતાના કામમાં જોડાવા માંગતા હોય તે આજે(27 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં તેમનું નામ, સ્પેશિયાલિટી અને સંપર્ક નંબર
ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર- ૯૮૨૫૦૧૧૬૧૮અથવાડૉ. સુજય મહેતા – ૯૮૯૮૩૯૬૯૬૬ને જણાવવા અપીલ છે.

ભાજપ અમદાવાદ ડૉક્ટર સેલની ટીમે નિઃશુલ્ક મેડિકલ માર્ગ દર્શન માટે બહાર પાડેલી યાદી

પોલીસની લોકોની અવર જવર પર બાજ નજર

અમદાવાદ પોલીસ પણ લોકોની અવર જવર પર બાજ નજર રાખી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા ડ્રોનથી રસ્તાઓ પર ચેકિંગ કરવાનું શરૂ કરવામા આવ્યું છે. સોલા પોલીસે અલગ અલગ વિસ્તારમાં ડ્રોન દ્વારા વોચ શરૂ કરી છે. રસ્તા ઉપર જો કોઈ વાહનડ્રોનમાં દેખાશે તો તેની પૂછપરછ થશે. કારણ વગર બહાર નિકળનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

BJPના કાઉન્સિલરો, વિવિધ સમિતિના સભ્યો CM રાહત ફંડમાંમહિનાનો પગાર આપશે

અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમિતિના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે.
50 લોકો માતાજીની સ્થાપના કરવા ભેગા થતાં પાંચ લોકોની ધરપકડ
નવરંગપુરા પ્રેસિડેન્ટ હોટલ રોડ પર મણિલાલના કુવા નજીક જોગણી માતાના મંદિરની સ્થાપના કરવા 50 માણસોનું ટોળું ભેગું થયું હતું. લોકડાઉનની વચ્ચે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં નવરંગપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જાહેરનામાંના ભંગ બદલ 50 લોકો સામે ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી હતી. નવરંગપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિજય પાર્ક સોસાયટીમાં મણિલાલના કુવા પાસે જોગણીમાતાના મંદિરમાં 50 લોકો ભેગા થયા હતા. પોલીસે પૂછતાં મંદિરનું રિનોવેશન કરાવ્યું હોવાથી માતાજીના સ્થાપના માટે ભેગા થયા હતા. Crpc 144નું જાહેરનામું હોવા છતાં ભેગા થતાં 50ના ટોળા સામે ગુનો નોંધી કનુ દેસાઈ, સંજય દેસાઈ, લાલા દેસાઈ, જીતુ દેસાઈ અને પરેશ દેસાઈની પોલીસે ધરપકડ કરી હતી.
ગુરૂવારે 20થી વધુ ફરિયાદ 40ની ધરપકડ
લોકડાઉન વચ્ચે પણ લોકો ઘરની બહાર નીકળી જાહેરનામાનો ભંગ કરે છે. અમદાવાદમાં ગુરુવારે જાહેરનામું ભંગ કરવા બદલ 20થી વધુ ફરિયાદ નોંધાઈ હતી અને 40 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગઈકાલે ક્વોરેન્ટાઇન ભંગનો એકપણ ગુનો નોંધાયો ન હતો. જ્યારે સાબરમતી ડીકેબિન વિસ્તારમાં એક કાપડની દુકાન ખુલ્લી હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મળતા સાબરમતી પોલીસે ત્યાં પહોંચી દુકાન બંધ કરાવી લવમેંચિંગ નામની દુકાનના માલિક સામે ગુનો નોંધ્યો હતો.
વિવિધ સમિતિના સભ્યો એક મહિનાનો પગાર રાહત નિધિમાં આપશે
કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામેના જંગમાં સહભાગી થવા માટે અમદાવાદ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સમિતિના સભ્યો પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપશે.કોરોનાની મહામારીમાં સહાયરૂપ થવા ગુજરાત વકફ બોર્ડે મુખ્યપ્રધાન રાહતનિધિમાં 5 લાખ રૂપિયા આપ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સરકારી ક્વોરેન્ટાઇન વોર્ડ – ફાઇલ તસવીર


લોકોની અવર જવર નજર રાખી રહેલી અમદાવાદ પોલીસ


લિસ્ટ સિવાયના ડૉક્ટર મિત્રો આ માનવતાના કામમાં જોડાવા માંગતા હોય તો તે પણ જોડાઈ શકે છે