Home Gujarati IAS દહિયાને ચોથી નોટિસ છતાં હાજર ન રહે તો ગુનો નોંધાઇ શકે

IAS દહિયાને ચોથી નોટિસ છતાં હાજર ન રહે તો ગુનો નોંધાઇ શકે

262
0


આઈએએસ ડૉ. ગૌરવ દહિયાને મંગળવારે ગાંધીનગર પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ અપાઈ હતી. જેના પગલે તેઓ નિવેદન નોંધાવવા માટે ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા સાથે પોલીસ આખો દિવસ રાહ જોઈને બેસી રહી હતી. જોકે પોલીસની ત્રીજી નોટિસને પણ ન ગણકારીને અધિકારી હાજર ન રહેતાં પોલીસે ચોથી નોટિસ ફટકારી છે. આઈએસઆઈ દહિયાના વલણ સામે પોલીસ ખાતામાં જાણ કર્યા બાદ ગુનો પણ નોંધી શકે છે. ઉલ્લેખનીય છે કે, આઈએએસ અધિકારી ડૉ. ગૌરવ દહિયા સામે દિલ્હીની મહિલાએ કરેલા આક્ષેપો સંદર્ભે નિવેદન નોંધાવવા માટે સે- 7 પોલીસે અગાઉ નોટિસ પાઠવીને સાત દિવસમાં હાજર થવા જણાવ્યું હતું. દહિયાએ નાદુસ્ત તબિયતનું કારણ દર્શાવી છ દિવસનો સમય માગ્યો હતો. છતાં અધિકારી હાજર ન રહેતાં ચોથી નોટિસ આપી છે, જેમાં બે દિવસમાં હાજર રહેવા જણાવાયું છે. આ અંગે એસપી મયૂર ચાવડાએ કહ્યું હતું કે, દહિયા હાજર નહીં રહે કદાચ ગુનો નોંધવાની નોબત પણ આવે.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today