Home Gujarati યોજના કોઇ સાયન્સ ફિક્શન જેવી લાગે છે,પણ આગામી દસ વર્ષોમાં

યોજના કોઇ સાયન્સ ફિક્શન જેવી લાગે છે,પણ આગામી દસ વર્ષોમાં

255
0


યોજના કોઇ સાયન્સ ફિક્શન જેવી લાગે છે,પણ આગામી દસ વર્ષોમાં તે હકીકત બની શકે છે. આ યોજના અંતર્ગત પ્રતિ દિવસ 800થી વધુ મોટા વિમાનો લાખો ટન ચોક માટીને પૃથ્વીથી 19 કિ.મી. ઉપર લઇ જઇને સ્ટ્રેટોસ્ફીયરમાં છાંટી દેશે. આ ધૂળના લીધે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફીયરમાં એક ધૂળનું આવરણ બની જશે અને મોટી માત્રામાં સૂર્યના કિરણો અને ગરમી પાછા અંતરિક્ષમાં જતા રહેશે. આ પ્રયોગ પૃથ્વીને ગરમ થવાથી ઘણી હદ સુધી બચાવી શકે છે. આ કોઇ ગાર્ડન શેડ બનાવનારની યોજના નથી, પણ આ પ્રોજેક્ટ પર માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ અને હાર્વર્ડ યુનિ.ના વિજ્ઞાની કામ કરી રહ્યા છે. આ યોજનાના પ્રારંભિક પરીક્ષણ પર લગભગ 21 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ અંતર્ગત ન્યૂ મેક્સિકો રણના 19 કિ.મી. ઉપર જઇને એક સાઇન્ટિફિક બલૂન લગભગ બે કિલો ચૂનો વિખેરશે. આનાથી આકાશમાં ટ્યૂબના આકારનો લગભગ પોણો કિ.મી લાંબો અને 100 મીટરન વ્યાસનું ક્ષેત્ર બની જશે. આ બલૂન પર લાગેલા સેન્સર ત્યારબાદ આ ધૂળના લીધે સૂર્યની કિરણોમાં પરિવર્તિત થવાનો દર અને તેની આસપાસની હવા પર પ્રભાવનું વિશ્લેષણ કરશે. જો કે આ પ્રયોગ હાલમાં આ ભયથી રોકાયેલો છે કે ક્યાં કોઇ કારણોસર ગંભીર ચેન રીએક્શન ન શરૂ ન થાય અને તેનાથી ગંભીર દુકાળ અને તોફાનની પરિસ્થિતિ ન સર્જાય. એક ભય એ પણ છે કે ક્યાંય સ્ટ્રેટોસ્ફીયરમાં ધૂળ છાંટવાથી ઓઝોનના પડને નુકસાન તો નહીં થાય.હાર્વર્ડની ટીમના એક નિર્દેશક લિઝી બર્ન્સ સ્વીકારે છે કે તેમનો વિચાર બીહામણો છે, પણ વાતાવરણમાં થતું પરિવર્તન એટલું જ બિહામણું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today