Home Gujarati 8 મહિનાથી ઘરમાં પૂરાઈ રહેલા મહિલાને પોલીસે વૃદ્ધાશ્રમમાં મોકલ્યાં, પતિ બહારથી તાળું...

8 મહિનાથી ઘરમાં પૂરાઈ રહેલા મહિલાને પોલીસે વૃદ્ધાશ્રમમાં મોકલ્યાં, પતિ બહારથી તાળું મારીને જતો રહ્યો હતો

91
0

હૈદરાબાદ: તેલંગાણા પોલીસે ગુરુવારે રામનગર લેન વિસ્તારમાં એક મકાનમાં છેલ્લા 8 મહિનાથી એક રૂમમાં પુરાયેલ 72 વર્ષના મહિલાને વૃદ્ધાશ્રમ મોકલ્યાં છે. આ મહિલાનો 75 વર્ષીય પતિ રૂમની બહાર તાળું મારીને આંધ્ર પ્રદેશમાં પોતાના ગામમાં મિકલત સાથે સંકળાયેલા કામ કરવા ગયો હતો. પોલીસના કહેવા પ્રમાણે ઘરના મકાન માલિકે જ આ વૃદ્ધાની દેખભાળ રાખી હતી, તેઓ બારીમાંથી તેમને જમવાનું અને પાણી આપી રહ્યા હતા. મહિલાનું જીવન તેના પર જ ચાલી રહ્યું હતું.

ઘરમાં આટલા મહિનાઓથી પૂરાયેલા વૃદ્ધાની વાત પોલીસના કાન સુધી પહોંચતા તેમણે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, કોઈ ફરિયાદ ન પોલીસે કોઈ કેસ નોંધ્યો નથી. પોલીસે મહિલાના પરિવારને વૃદ્ધાશ્રમની માહિતી આપી છે. તો બીજી તરફ આટલા મહિનાથી એક કેદીની જેમ રૂમમાં પુરાઈ ગયા હોવા છતાં મહિલાએ મીડિયાને જણાવ્યું કે, મારો પતિ કોઈ મહત્ત્વના કામમાં ફસાઈ ગયો હશે. તે મારી સુરક્ષા માટે ઘરની બહાર તાળું મારીને ગયો હતો. મને આશા છે કે, એ જલ્દી પરત આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Police sent 72 year old woman locked in house for 8 months