Home Gujarati ઓસ્ટ્રેલિયામાં ડોક્ટરે 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો

ઓસ્ટ્રેલિયામાં ડોક્ટરે 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો

100
0

સિડની: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલ એનિમલ હોસ્પિટલનો એક વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. ડોક્ટરે 18 વર્ષના 3 મીટર લાંબા અજગરના પેટમાંથી ટોવેલ કાઢ્યો છે. કાર્પેટ અજગર ટોવેલ ગળી ગયો હતો. ત્યારબાદ તેને બચાવવા માટે સિડનીની સ્મોલ એનિમલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં ડોક્ટરની ટીમે તેના ગળામાંથી ટોવેલ કાઢીને ડિસ્ચાર્જ કરી દીધો.હોસ્પિટલે અજગરનો વીડિયો ફેસબુક પર શેર કરતા લખ્યું કે, અમને ખુશી છે કે, ટોવેલ અને અજગર બંને સલામત છે. આ ટોવેલ અજગરના પેટમાં ઘણા અંદર સુધી જતો રહ્યો હતો. અમે તેના મોઢામાંથી ટોવેલ કાઢવા માટે પ્રથમ રેડિયોગ્રાફની મદદથી તેનું લોકેશન ચેક કર્યું હતું. તેમાં ટોવેલ તેના પેટમાં હોવાની વાત કન્ફર્મ થઈ ગઈ. ત્યારબાદ એન્ડોસ્કોપ કેમેરાને તેના ગળામાં નાખીને ધીમે-ધીમે ટોવેલ બહાર કાઢ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vets remove entire beach towel from pet snake named Monty Python


Vets remove entire beach towel from pet snake named Monty Python


Vets remove entire beach towel from pet snake named Monty Python