Home Gujarati શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી...

શિપમાંથી પડેલી મહિલાનો જીવ બચાવવા માટે 60 વર્ષીય કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો

101
0

મ્યાનમાર: મ્યાનમારમાં ડાલા પોર્ટ પર એક મહિલા અચાનક શિપ પરથી યંગુન નદીમાં પડી ગઈ હતી. આ મહિલાને બચાવવા માટે 60 વર્ષના કેપ્ટને 40 ફુટની ઊંચાઈથી દરિયામાં કૂદકો માર્યો અને મહિલાને મોતના મુખમાંથી બચાવી.

કેપ્ટન યૂ માઇન્ટે જણાવ્યું કે, અમારું શિપ ડાલા એરપોર્ટ પરથી રવાના થઈ રહ્યું હતું તે દરમિયાન 34 વર્ષીય મહિલા શિપમાંથી પડી ગઈ. આ મહિલા જ્યાં પડી, ત્યાં જ અન્ય એક શિપ ફુલ સ્પીડમાં આવી રહ્યું હતું. જો હું તેને ન બચાવત તો તે એ શિપની ઝપેટમાં આવી જાત.

વધુમાં કેપ્ટને કહ્યું કે, હું શિપ પર 40 વર્ષથી ફરજ બચવું છું. આટલા વર્ષોમાં હું ઘણા લોકોના જીવ બચાવી ચૂક્યો છું. મેં કેટલાના જીવ બચાવ્યા છે તેનો આંકડો પણ મને ખબર નથી. મારી ઉંમર થઈ ગઈ છે, જો મારો જીવ કોઈને બચાવતા જતો રહે તો ચાલશે પણ કોઈ જુવાનનો જશે તો મને ઘણું દુઃખ થશે. બસ આ જ વિચાર કરીને મેં દરિયામાં છલાંગ લગાવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


To save the woman, the 60 year old captain jumped from 40 feet