Home Gujarati 6 મહિનાનો ગર્ભ છતાં રાજકોટના મહિલા પોલીસ નસરીન ફરજ પર, ચિંતામાં પડેલા...

6 મહિનાનો ગર્ભ છતાં રાજકોટના મહિલા પોલીસ નસરીન ફરજ પર, ચિંતામાં પડેલા પરિવારને કહ્યું-રજા નહીં, ફરજ પહેલાં

100
0

કોરોના વાઇરસની મહામારીમાં સાચા રાષ્ટ્રરક્ષક કોને કહેવાય તેનો એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો છે. મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમની અડગતા હિમાલય જેવી છે. હાલ 6 માસના ગર્ભ સાથે તેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવવા પહોંચી જાય છે. જેને કારણે ચિંતિત બનેલો તેનો પરિવાર પણ તેમને તેને કહી રહ્યો છે કે રજા લઇ લે. પરંતુ નસરીન કહે છે કે, રજા નહીં મારી ફરજ પહેલા. આમ તેઓ સાચા રાષ્ટ્રરક્ષકની જેમ પ્રેગ્નન્ટ હોવાછતાં પણ ફરજ ચૂકતા નથી.

‘મારા પતિ પણ થોડા ડરી ગયા હતા અને તેણે પણ મને ડ્યુટી કરવાની ના પાડી’

‘મારૂ નામ નસરીન જુનૈદ બેલીમ છે, હું ASI તરીકે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. હાલ મારે છ મહિનાનો ગર્ભ છે. જ્યારથી આ પરિસ્થિતિ જ્યારથી શરૂ થઇ છે અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો ત્યારથી મારા પરિવારજનો ખૂબ જ ચિંતામાં રહે છે. હાલ તેઓને મને ક્યાંય કોરોના ન થઈ જાય એવો ડર સતાવી રહ્યો છે, જો મને કોરોના સંક્રમણ થઇ ગયું તો પછી મારૂ અને બાળકનું શું થશે? મારી પ્રેગ્નન્સીને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહેતી હોવાથી મારા પરિવારજનો ચિંતામાં રહે છે. પરંતુ મારી ડ્યુટી અને ફરજ પહેલા છે. રાજકોટમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે જ મને કહી દીધું હતું કે, ગમે તે થાય તું રજા મુકી દે. રજા ન મળે તો તું પગાર વગર રજા પર ઉતરી જા. મારા પતિ પણ થોડા ડરી ગયા હતા અને તેણે પણ મને ડ્યુટી કરવાની ના પાડી હતી. હાલ તું થોડા દિવસ રજા લઇ લે તો વધારે સારૂ’

‘અમારી પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે’

‘આથી મેં મારા પતિને સમજાવ્યા કે અમારા પોલીસ સ્ટાફમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. અમારી પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે છે. અમારા ઉપરી અધિકારી અમારૂ ધ્યાન રાખે છે. કંઇ ચિંતા જેવું નથી તમે કોઇ ચિંતા ન કરો અને ફરજ દરમિયાન મને કંઇ નહીં થાય. હાલ રાજકોટમાં હું અને મારા પતિ જ છીએ. મારા પતિ પણ કામકાજમાં મદદ કરે છે. પોલીસ સ્ટેશન સુધી લેવા-મુકવા માટે પણ મદદ કરે છે. પોલીસ સ્ટેશનમાં પણ કામનું મેનેજ થઇ જાય છે. આઠ કલાકની પોલીસ સ્ટેશનમાં નોકરી હોય છે. ત્યારબાદ જે કંઇ થોડો ઘણો ટાઇમ મળે તેમાં હું ઘરનું મેનેજ કરી લઉં છું’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સગર્ભા હોવા છતાં પણ ઓન ડ્યુટી પર નસરીન બેલીમ