Home Gujarati ગોધરાના વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ, મહીસાગરના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા...

ગોધરાના વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ, મહીસાગરના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામ આખેઆખા હોમ ક્વોરન્ટીન કરાયા

91
0

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પંડ્યાના મુવાડા અને મક્કરના મુવાડા ગામને આખેઆખા હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકાના 3351 લોકોનેહોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકાના ગામોમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં કામ કરતાલોકો પોતાના વતનમાં પરત આવ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંક્રમણ ન ફેલાય એ હેતુથી બહારથી આવનારા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.ગોધરાના 78 વર્ષનાવૃદ્ધનોકોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને વડોદરાની ખાનગી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

125 સેમ્પલ્સમાંથી 114ના રિપોર્ટ નેગેટિવ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે જણાવ્યું કે, અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં 90 અને જીએમઇઆરએસ ગોત્રી ખાતે 19 અને સહયોગી ખાનગી હોસ્પિટલ્સમાં 16 સહિત મળીને કુલ 125 સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. આ પૈકી 114 સેમ્પલ્સ નેગેટિવ જણાયા છે. પોઝિટિવ દર્દીઓ પૈકી 31 માર્ચે એક દર્દીને રજા આપવામાં આવી હતી. તકેદારીરૂપે હાલમાં તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
અનાજનો પુરતો જથ્થો ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો

પંચમહાલ જિલ્લાનાકાલોલ તાલુકાના અંબાલા ગામમાંસરકારી રાસનની દુકાનમાં પૂરતો અનાજનો જથ્થો ન હોવાથીલોકોએ હોબાળો મચાવ્યો હતો. આ હોબાળાની જાણથતાં કાલોલ મામલતદાર અનેપોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અનેઅનાજનો પુરવઠો લઇનેવાહન પણ દોડી ગયું હતું. ત્યારબાદ અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

29 લોકોનું લિસ્ટ શોર્ટ આઉટ કરાયું

દિલ્હીના તબ્લિકજમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ભારત સહિત 15 દેશના અંદાજે 1700 લોકો ભેગા થયાં હતાં. જેમાંથી 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9 લોકોના મોત થઈ ગયા છે. વડોદરા શહેર અને જિલ્લામાંથીઆ કાર્યક્રમમાં ભાગ માટે 74 લોકો ગયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે ત્યારબાદ 29 લોકોનીઓળખ કરીનેહોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ લોકોમાંથી કેટલા લોકોદિલ્હીના તબ્લિકજમાતના કાર્યક્રમમાં ગયા તેની કોઇ જાણકારી મળી નથી.

દિલ્હીના ધાર્મિક મેળાવડા મરકઝમાં વડોદરા શહેર-જિલ્લામાંથી કોઇએ ભાગ લીધો નથી
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડૉ. દેવેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે યાદી આપવામાં આવી હતી. તેમાં વડોદરા શહેર-જિલ્લાના 249 લોકો દર્શાવવામાં આવ્યા હતા જે પૈકી 77 નામો ડુપ્લીકેટ જણાયા હતા. આમ, યાદીમાં વડોદરા શહેરના 124 અને જિલ્લાના 48 નામોનો સમાવેશ થતો હતો. આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત યાદીમાંથી શહેરના 124માંથી 114 અને જિલ્લાના 48માંથી 42 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવ્યા છે. આમ, 156 લોકોનો પત્તો મળી ગયો છે. જોકે આ પૈકી કોઇએ મરકઝના ધાર્મિક મેળવડામાં ભાગ લીધો નથી, પરંતુ તે પૈકીના કેટલાકે હજરત નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લીધી છે. આ હજરત નિઝામુદ્દીનની દરગાહની મુલાકાત લેનારા વડોદરા શહેરના 3 અને જિલ્લાના 14 લોકોને સરકારી ક્વોરન્ટીન અને બાકીના તમામ 139ને તકેદારીના પગલારૂપે હોમ ક્વોરન્ટીન હેઠળ મૂકવામાં આવ્યા છે.

વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર પડાપડી થઇ

લોકડાઉનને પગલે રાજ્યભરમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને મફત અનાજનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યુંછે. જેથી આજે સવારથી જ વડોદરા શહેરમાંસસ્તા અનાજની દુકાનો ઉપર ભીડ લાગી ગઇ હતી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનો ઉપર લોકોએ પડાપડી કરી હતી અનેપોલીસે લોકોને હટાવવાની ફરજ પડી હતી. બીજી તરફ પીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અને પુરવઠાની કચેરી પર પહોંચેલા રાજ્યના મંત્રી યોગેશ પટેલનો ઘેરાવ કરીને અનાજ આપવા માટે રજૂઆત કરી હતી. આ સમયે મહિલાઓ રડી પડી હતી.વડોદરા ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર પણ અનાજ લેવા માટે લોકની ભીડ જોવા મળી રહી છે.

લોકોએ સવારે 6 વાગ્યાથી જ રાશનની દુકાનની બહાર લાઇનો લગાવી હતી

વડોદરા શહેરના હુજરાત પાગા ખાતેલોકોએ સવારે 6 વાગ્યાથી જ રાશનની દુકાનની બહાર લાઇનો લગાવી હતી. જોકે અનાજઆપતા ન હોવાથી લોકો 7 વાગ્યે ફરીથી આવ્યા હતા. અને ત્યારે પણ અનાજ ન મળતા લોકોએ ફરીથી 8 વાગ્યે લાઇનો લગાવી હતી. આ સમયે એપીએલ કાર્ડધારકોને અનાજ ન આપવામાં આવતા લોકો કોઠી સ્થિત પુરવઠાની ઓફિસે પહોંચી ગયા હતા. જ્યાં હાજર રાજ્યના મંત્રી યોગેશ પટેલ સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પંડ્યાના મુવાડા ગામમાં હોમ ક્વોરન્ટીના પોસ્ટર લાગ્યા


Corona update LIVE Vadodara 1 April


કોરોના વાઈરસની લેબમાં નમૂનાનું પરિક્ષણ


મહિલાઓએ મંત્રી યોગેશ પટેલને રજૂઆત કરી હતી


લોકોએ અનાજ લેવા માટે પડાપડી કરી હતી


Corona update LIVE Vadodara 1 April