Home Gujarati 5 વર્ષના નોઆને પરિવારને આગથી બચાવવા માટે લાઈફસેવિંગ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો

5 વર્ષના નોઆને પરિવારને આગથી બચાવવા માટે લાઈફસેવિંગ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો

120
0

જોર્જિયા: અમેરિકાના જોર્જિયાના બાર્ટૉ કાઉન્ટીના 5 વર્ષના નોઆ વુડ્સને શુક્રવારે લાઇફસેવિંગ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ અવોર્ડ બેસ્ટ પ્રોફેશનલ ફાયર ફાઈટર માટે આપવામાં આવ્યો છે. નોઆની બહાદુરીને સન્માન આપવા સ્થાનિક તંત્રએ નોઆ વુડ્સડે ઉજવવાની પણ જાહેરાત કરી છે. નોઆના ઘરમાં આગ લાગી હતી ત્યારે તેણે તેની 2 વર્ષની બહેનને બારીમાંથી બહાર કાઢી આગથી બચાવી હતી સાથે તેને પાલતુ ડોગીનો આગમાંથી જીવ બચાવ્યો હતો. આ સિવાય તેણે પોતાના એક અંકલને ફોન કરી અન્ય 7 પરિવારજનોને અલર્ટ કર્યા હતા. તેથી તેમનો જીવ બચી ગયો હતો. નોઆની સ્ટોરી બાર્ટૉ કાઉન્ટીના ફાયરફાઈટર ડિપાર્ટમેન્ટે તેમના ફેસબુક પેજ પર શેર કરી છે.

આગમાં 5 લોકો ફસાયા હતા
બાર્ટૉ કાઉન્ટીના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ડ્વેન જેમિસનના જણાવ્યા અનુસાર, ફાયર ફાઈટર આગ પર કાબૂ મેળવવા પહોંચ્યા હતા ત્યારે તેમણે ઘરના બાળકોને તમામ લોકોને અલર્ટ કરતા જોયા હતા. તેમાંથી નોઆ સૌથી વધારે એક્ટિવ હતો. ઘરના બેડરૂમમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી. આગમાં નોઆ સહિત 5 ઈજાગ્રસ્ત પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પરિવારે સમુદાય પાસે મદદ માગી હતી
ગોફંડમી પેજ પર નોઆના દાદા ડેવિડ વુડ્સે લખ્યું કે, પરિવારના 9 લોકો પર ભગવાનની કૃપા રહી છે. જો નોઆ હાજર ન હોત તો આજે અમે જીવતા ન હોત. ઘરમાં આગ લાગતા ઘણું નુકસાન થવાથી પરિવારે સમુદાય અને સમાજ પાસે આર્થિક મદદ માગી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


5-year-old Noah was honored with the LifeSaving Award for saving the family from the fire


5-year-old Noah was honored with the LifeSaving Award for saving the family from the fire