Home Gujarati ભેંસ લઇને ઉસૈન બોલ્ટથી પણ વધુ ઝડપે દોડ્યો કર્ણાટકનો શ્રીનિવાસ ગૌડા, બોલ્ટના...

ભેંસ લઇને ઉસૈન બોલ્ટથી પણ વધુ ઝડપે દોડ્યો કર્ણાટકનો શ્રીનિવાસ ગૌડા, બોલ્ટના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો

121
0


કર્ણાટકમાં યોજાતી પારંપારિક રમત કંબાલામાં એક દોડવીર 13.62 સેકન્ડમાં 142.40 મીટર દોડી ગયો અને હાજર સૌ કોઈને ચોંકાવી દીધા. આ શખ્સનું નામ શ્રીનિવાસ ગૌડા છે. જેણે ઉસેન બોલ્ટના 100 મીટરના વર્લ્ડ રેકોર્ડને બ્રેક કર્યો છે. ઉસેન બોલ્ટના નામે 9.58 સેકન્ડમાં 100 મીટરની દોડનો વર્લ્ડ રેકોર્ડ છે. જ્યારે શ્રી નિવાસે આ રેકોર્ડ તોડતા 9.55 સેકન્ડમાં 100 મીટર દોડ પુરી કરી હતી. આ રમતમાં બે ભેંસો સાથે દોડવીરને કાદવથી ભરેલા ટ્રેકમાં દોડાવવામાં આવે છે. આ આયોજન કેરળના દક્ષિણ કન્નડ અને ઉડ્ડુપીમાં થાય છે. આ રમતમાં શ્રીનિવાસે બાજી મારી સૌકોઈના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Karnataka’s Srinivas Gowda breaks Bolt’s world record, with buffalo running faster than Usain Bolt