Home Gujarati 3 સુમો બેબીનાં પરિવારની હાલત કફોડી,સારવારની જવાબદારી સરકારે ઉપાડી હતી

3 સુમો બેબીનાં પરિવારની હાલત કફોડી,સારવારની જવાબદારી સરકારે ઉપાડી હતી

116
0

ગિરગઢડાનાં વાજડી ગામના રમેશભાઇ નંદવાણાની 3 પુત્રી અને 1 પુત્ર પૈકી એક પુત્રીનું વજન સામાન્ય છે. જ્યારે 1 પુત્રી અને પુત્રનું વજન તેની ઉમરના પ્રમાણમાં ઘણું વધુ છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા તંત્રને સુચના આપી આ સુમો-બેબીની સારવારની જવાબદારી સરકારે ઉપાડી હતી. જેને 4 વર્ષથી વધુ સમય વિતી ગયો છે. ત્યારે સરકાર જાણેકે, આ દત્તક લીધેલ સુમો-બેબીના પરીવારની દરકાર લેવાનું ભુલી ગયેલ હોવાનો વસવસો પરિવારમાં જોવા મળે છે.

9 વર્ષની અમિષાનું વજન 70 કિલો તથા 7 વર્ષના પુત્ર હર્ષનું વજન 36 કિલો
આ બાળકોના પિતા રમેશભાઇની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું સરકારે ફક્ત બીપીએલ કાર્ડ કાઢી જવાબદારી પૂરી કરી દીધી. હાલ આ 3 સુમો-બેબીનું વજન તો દિનપ્રતિદિન વધતુંજ જાય છે. દર 3 મહિને અમદાવાદ ચેકઅપ માટે જવાનું હોય છે. પણ અમદાવાદ જવાનું ય પરવડતુ નથી. સરકારે દત્તક લીધા હોવાથી કોઇ આર્થિક મદદ પણ કરતું નથી. હાલ પુત્રી અમિષા 11 વર્ષની અને તેનું વજન 53 કિલો, 9 વર્ષની અમિષાનું વજન 70 કિલો તથા 7 વર્ષના પુત્ર હર્ષનું વજન 36 કિલો છે. આ મહામારીમાં કામ ધંધો પણ બંધ છે.

હવે કોઇ પૂછવા પણ નથી આવતું: પ્રજ્ઞાબેન
હવે અમને કોઇ પુછવા પણ નથી આવતું. પહેલાં બહુ લોકો આવતા અને મારા બાળકોની સંભાળ માટે સરકાર બેઠી છે એમ કહેતા. પણ માત્ર બીપીએલ કાર્ડ આપ્યું. અમારે સરકારનું કાંઇ જોઇતું પણ નથી. બાળકોને હું જીવની જેમ સાચવતી અને સાચવીશ.- પ્રજ્ઞાબેન નંદવાણા, માતા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


તસવીરમાં ત્રણેય સુમો બેબી નજરે પડી રહ્યાં છે.