Home Gujarati સુરલભીટ વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ ઝપટે ચડયો , 67 હજારના તમાકુ-બીડીના જથ્થા સાથે...

સુરલભીટ વિસ્તારમાં પેટ્રોલિંગ વેળાએ ઝપટે ચડયો , 67 હજારના તમાકુ-બીડીના જથ્થા સાથે વેપારી પકડાયો

104
0

શહેરના સુરલભીટ્ટ વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન રોયલસિટી પાસે એક દુકાન ખુલી જોવા મળી હતી, પોલીસની જીપને જોઇને દુકાનદાર જથ્થો સંતાડવા જતા પોલીસે કોથળા ખોલીને જોતા તમાકુ-બીડી જોવા મળી હતી. 67 હજારના તમાકુ-બીડીના જથ્થા સાથે એક વેપારી ઝપટે ચડયો હતો. બી-ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાવી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
શહેરમાં રોયલસિટી દુકાન ખુલી દેખાઇ હતી, દુકાનદાર પોલીસને જોઇ દુકાન બંધ કરવા લાગતા શંકા ઉપજી હતી. પોલીસે ગાડી ઉભી રાખતા દુકાનદાર સફેદ કલરના કોથળાઓ સંતાડવા લાગ્યો હતો. પોલીસે સફેદ કોથળા ખોલીને જોતા તમાકુ-બીડી-સીગરેટના બોક્સ જોવા મળ્યા હતા.

પોલીસે નાગોરમાં રહેતા કાસમ ઉર્ફે કાસુ બુઢાભાઇ લુહાર (રહે. રોયલસીટી, ભુજ) વાળા પાસેથી આ મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો. જાફરી મસાલાના 15 પેકેટ ( 3 હજાર), વિમલના 30 પેકેટ (કિંમત 3750), અમીત સોપારી 30 પેકેટ (6 હજાર), જાફરાની જરદાના 73 પેકેટ ( 2190), વી-1 તમાકુના 102 પેકેટ (3060), વી-1 તમાકુના 111 પેકેટ ( 3330), વી-1 તમાકુના 47 પેકેટ ( 1551), રાજનીવાસ 9 પેકેટ (1125), એમ-1 જરદાના પેકેટ 45 (રૂા. 1350), રજવાડી પાન મસાલા પેકેટ 1 (કિ.રૂા. 120), તાનસેન મસાલા 2 પેકટ (કિ.રૂા. 250), શિખર મસાલા 2 પેકેટ (કિ.રૂા. 400), જીકેઝેડ તમાકુ પેકેટ 15 (કિ.રૂા. 480), કરમચંદ પાન મસાલા 2 પેકેટ (કિ.રૂા. 320), મહેક પાન 5 પેકેટ (કિ.રૂા. 600), ખત્રી માવા પેકેટ 12 (કિ.રૂા. 1080), જી-1 જરદાના પેકેટ 11 (કિ.રૂા. 330), સુપારી પેકેટ 2 (કિ.રૂા. 144), 4 રોયલ જાફરાની પેકટ 2 (િક.રૂા. 60), તમાકુના પેકેટ 20 (કિ.રૂા. 2 હજાર), બીડી પેકેટ 48 (કિ.રૂા. 17280), બીડી પેકેટ 15 (કિ.રૂા. 3000), પુનમ બિડી પેકેટ 54 (કિ.રૂા. 16200) અને ખત્રી માવાના પેકેટ 30 (કિ.રૂા. 2100) મળી કુલ 65,496 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર