Home Gujarati શરત ભંગ થતા મુન્દ્રાની દુકાનનો પરવાનો રદ્દ કરાયો

શરત ભંગ થતા મુન્દ્રાની દુકાનનો પરવાનો રદ્દ કરાયો

98
0

લોકડાઉન વેળાએ આવશ્યક ચીજવસ્તુઓનું અમુક શરતો રાખીને વેચાણ કરવાની છુટછાટ અપાઇ છે પણ મુન્દ્રાની કરિયાણાની દુકાને શરતોનું પાલન થતુ ન હોવાનું ધ્યાને આવતા તેનો પરવાનો રદ્દ કરી દેવાયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ, લોકડાઉનમાં શાકભાજી, દુધ, કરીયાણા સહિતના વ્યવસાય સાથે સંકળાયેલાને શરતોને આધિન વ્યવસાય કરવાની છુટ અપાઇ છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હેન્ડ ગ્લોવ્જ સહિતનુ પાલન જે-તે વ્યવસાયકર્તાને કરવાનું હોય છે.

મુન્દ્રામાં આવેલી ચોથાણી જનરલ પ્રોવીઝન સ્ટોર નામની દુકાનનો પરવાનો રદ્દ કરાયો છે. સંચાલક દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ વેચવા માટે જારી કરાયેલા પરીપત્રનો ઉલ્લંઘન તેમજ શરતોનું પાલન કરાયુ ન હોવાથી તેમનો પરવાનો રદ્દ કરાયો હતો. આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે પણ શરતોનું પાલન કરવાનું હોય છે જેમ કે એકસાથે ગ્રાહકોને એકઠા ન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને જીવ ન જોખમાય તે રીતે છુટા છુટા ઉભાડી રાખવાના હોય છે તેમજ હેન્ડગ્લોવ્ઝ અને માસ્કનો ઉપયોગ કરવાનો હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Mundra shop license was revoked due to breach of condition