Home Gujarati સુપ્રીમ કોર્ટે પૂછ્યું: અયોધ્યા મંદિર બાબરે તોડ્યું હતું કે ઔરંગઝેબે?

સુપ્રીમ કોર્ટે પૂછ્યું: અયોધ્યા મંદિર બાબરે તોડ્યું હતું કે ઔરંગઝેબે?

247
0


અયોધ્યા વિવાદ પર સુનાવણીના છઠ્ઠા દિવસે બુધવારે સુપ્રીમકોર્ટે હિન્દુ પક્ષને રામમંદિર સાથે સંકળાયેલા સવાલ પૂછ્યા હતા. પાંચ જજની બંધારણીય પીઠે પૂછ્યું કે, અયોધ્યામાં રામમંદિર બાબરે તોડાવ્યું હતું કે ઔરંગઝેબે? આ અંગે હિન્દુ પક્ષે કહ્યું કે, આ મુદ્દે લખાયેલા તથ્યોમાં ભ્રમ છે. જોકે, એ વાતમાં કોઈ ભ્રમ નથી કે, રામ અયોધ્યાના રાજા હતા અને ત્યાં જ જન્મ્યા હતા. ફ્રેન્ચ પ્રવાસી વિલિયમ પિન્ચ 1608-1611માં ભારત આવ્યા હતા. તેમણે ‘અર્લી ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા’ નામના પુસ્તકમાં અયોધ્યા મંદિરનો ઉલ્લેખ કર્યો છે, મસ્જિદનો નહીં. પૌરાણિક સમયમાં ભારત આવેલા જોસેફ ટાઈપન બેરલના પુસ્તકમાં પણ રામ જન્મભૂમિ અને મંદિરનો ઉલ્લેખ છે. ત્યાર પછી પીઠે પૂછ્યું હતું કે આ મંદિર તોડાવ્યા પછી બાબરે જ મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો હતો, એ વાતના શું પુરાવા છે? ત્યારે હિન્દુ પક્ષે કહ્યું કે તેના પુરાવા ઈતિહાસમાં દર્જ શિલાલેખો છે. આ ચર્ચામાં રામલલ્લા વિરાજમાનના વકીલ વૈદ્યનાથને કહ્યું કે વિક્રમાદિત્યએ અયોધ્યામાં 368 મંદિર બનાવ્યાં જેમાં રામ જન્મભૂમિ મંદિર હતું.

સુનાવણીમાં વિભિન્ન વિદેશી લેખકોનાં પ્રાચીન પુસ્તકોનો પણ કોર્ટમાં હવાલો અપાયો હતો

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today