Home Gujarati પ્રથમ દિવસે વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં

પ્રથમ દિવસે વરસાદના કારણે ટોસ પણ થઈ શક્યો નહીં

161
0


લોર્ડ્સ પર વારંવાર કવર લગાવવામાં અને હટાવવામાં આવ્યા. જેના કારણે આઉટફિલ્ડ પણ ભીનું રહ્યું હતું.

બંને ટીમોની પ્લેઈંગ-11 પણ જાહેર ના થઈ

એજન્સી | લંડન

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રમાઈ શકી નહોતી. વારંવાર આવી રહેલા વરસાદના વિઘ્નના કારણે ટોસ પણ થઈ શક્યો નહોતો, જેથી બંને ટીમોની પ્લેઈંગ-11ના નામ પણ જાહેર થઈ શક્યા નહોતા. લંચ સુધીની રમત વરસાદના કારણે ધોવાયા બાદ મેચ શરૂ થવાની સ્થિતિ બની હતી પરંતુ ટોસ થાય એની પાંચ મિનિટ અગાઉ જ ફરી વરસાદનું વિઘ્ન નડ્યું જે પછી રમત પ્રથમ દિવસે શરૂ થવાની સ્થિતિ ના રહેતા પ્રથમ દિવસની રમત રદ કરવામાં આવી હતી. 5 મેચની સીરિઝની પ્રથમ મેચ જીતી ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. ઈંગ્લેન્ડ સીરિઝમાં કમબેક કરવા બીજી ટેસ્ટ જીતવા માગશે.

વરસાદના કારણે બંને ટીમોની પ્લેઈંગ-11 પર પણ તેની અસર થશેે. વરસાદના કારણે હવે પિચ ઝડપી બોલર્સને મદદ કરશે અને તેમને સ્વિંગ મળી શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમે અગાઉથી પેટિન્સનને આરામ આપ્યો છે, જેના કારણે હવે હેઝલવુડ અને સ્ટાર્કમાંથી કોઈ એકને અંતિમ-11માં સ્થાન મળી શકે છે.

ધ એશિઝ

બીજી એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદના કારણે રમત રમાઈ શકી નહીં, પ્રથમ ટેસ્ટ જીતી ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 1-0થી આગળ છે

જો રુટ ફેબ-4નો એકમાત્ર બેટ્સમેન, જેની એવરેજ 50થી ઓછી છે

ઈંગ્લેન્ડની બેટિંગ ટેસ્ટમાં સતત ફ્લોપ થઈ રહી છે. તેનું સૌથી મોટું કારણ કેપ્ટન જો રુટના બેટથી રન થતા જોવા મળી રહ્યાં નથી. છેલ્લા 1 વર્ષમાં જો રુટે 11 ટેસ્ટની 22 ઈનિંગ્સમાં રમતા 33ની એવરેજથી 730 રન જ કર્યા છે. આ કારણે તે હવે ફેબ-4 (વિરાટ, સ્મિથ, રુટ, વિલિયમ્સન)માંથી એકમાત્ર બેટ્સમેન બની ગયો છે, જેની ટેસ્ટ એવરેજ 50થી ઓછી (48.94)ની થઈ ચૂકી છે.

રુટની એવરેજ કેપ્ટન બન્યા બાદ 10 રન જેટલી ઘટી છે

જો રુટ કેપ્ટન્સી પહેલા કેપ્ટન્સી પછી

ઘરઆંગણે 59.11 45.82

વિદેશમાં 46.34 38.58

સ્મિથ, કોહલી અને કેનની એવરેજ કેપ્ટન્સીના કારણે વધી

80

70

60

50

40

30

20

10

0

70

સ્ટિવ સ્મિથ વિરાટ કોહલી વિલિયમ્સન જો રુટ

2 વર્ષમાં જો રુટે માત્ર 5 સદી જ ફટકારી છે

ખેલાડી અડધી સદી સદી

વિરાટ કોહલી 6 9

સ્ટિવ સ્મિથ 4 5

ખેલાડી અડધી સદી સદી જો રુટ 15 5

વિલિયમ્સન 5 3

*આંકડાઓ જુલાઈ 2017 પછીના છે.

અમ્પાયર્સે ઘણીવાર મેદાન ચેક કર્યું, પરંતુ વારંવાર વરસાદના વિઘ્નના કારણે મેચ શરૂ ના થઈ

63

55

 કેપ્ટન તરીકેની એવરેજ

 કેપ્ટન્સી વગરની એવરેજ

62

41

49

53

42

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Div News – on the first day the rain could not even get a toss 061512


Div News – on the first day the rain could not even get a toss 061512


Div News – on the first day the rain could not even get a toss 061512