Home Gujarati સિવિલ હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાને માત, કોઈ વિશેષ દવા કે વેન્ટીલેટરની પણ...

સિવિલ હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાને માત, કોઈ વિશેષ દવા કે વેન્ટીલેટરની પણ જરૂર ન પડી

89
0

સુરતઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કારણે ભયનો માહોલ છવાયો છે. ઘણા ડોક્ટરો પણ તેમના ક્લિનિક બંધ કરીને ઘરેથી ફોન પર જ સારવાર આપી રહ્યા છે. જોકે, સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. રાજ્યમાં પ્રથમ કોરોના પોઝિટિવ એવી યુકેથી આવેલી યુવતીની સારવાર કરી સાજી કરી દીધી છે. સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ દર્દીને કોઈ વિશેષ દવા કે વેન્ટીલેટરની પણ જરૂર ન પડી.

24 કલાક દર્દીની સ્થિતિ પર નજર રાખતા હતા

સિવિલમાં આ દર્દીની સારવાર કરનાર 4 તબીબો સહિત 14 જેટલા કર્મચારીઓની એક ટીમ હાલ ક્વોરોન્ટાઇન છે. આ ટીમ દ્વારા 24 કલાક દર્દીની સ્થિતિનું મોનીટરીંગ કરવામાં આવતું હતું. શરીરનું તાપમાન માપવાથી લઈ દર્દીની દરેક ગતિવિધિઓનો રેકોર્ડ રાખવામાં આવતો હતો.

સિમટમ પ્રમાણે દવા અપાતી હતી

દર્દીને જે શરદી, ખાંસી, તાવ જેવી જે પણ તકલીફ થતી હતી તે પ્રમાણે સારવાર આપવામાં આવતી હતી. સાથે સાથે હેલ્થી ડાયેટ અને સેનેતાઇઝિંગ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવતી હતી તેમજ દર્દીને સતત મોટીવેટ પણ કરવામાં આવતું હતું.

હોસ્પિટલનો સ્ટાફ પરિવારના સભ્યની જેમ કાળજી લેતો હતો

સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રીતિ કાપડીયાએ જણાવ્યું હતું કે, દર્દીને પૌષ્ટિક આહાર આપવામાં આવતો હતો. તેમજ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પ્રમાણેની દવા આપવાની સાથે તમામ કાળજી લેવામાં આવી રહી હતી. દર્દીએ પણ સ્ટાફને ખુબ જ કોઓપરેટ કર્યું હતું. સ્ટાફ પણ તેનો પરિવારના સભ્યની જેમ કાળજી લેતો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર