Home Gujarati શ્વાન જ્યોર્જટાઉન શહેરનો મેયર બન્યો, કોટ, ટાઈ અને ગોગલ્સ પહેરીને શપથ લીધા

શ્વાન જ્યોર્જટાઉન શહેરનો મેયર બન્યો, કોટ, ટાઈ અને ગોગલ્સ પહેરીને શપથ લીધા

112
0

જ્યોર્જટાઉન: અમેરિકાના કોલારાડો રાજ્યના જ્યોર્જટાઉન શહેરને નવા મેયર મળી ગયા છે, આ મેયર બીજું કોઈ નહીં પણ પાર્કર એટલે કે સ્નો ડોગ (ધ્રુવીય શ્વાન) છે. પાર્કરને સિલેક્શન બોર્ડના અભ્યોએ 11 ફેબ્રુઆરીએ વોટ કર્યો હતો. બુધવારે સ્પેશિયલ નવા મેયર એટલે કે પાર્કર માટે જ્યોર્જટાઉન કમ્યુનિટી સેન્ટરમાં એક સેરેમની પણ રાખવામાં આવી હતી, જેમાં મેયર પદના શપથગ્રહણ કરાવ્યા.

મેયરનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે

આ ઇવેન્ટ દરમિયાન સ્થાનિક લોકો સહિત અન્ય ઘણા ડોગ લવર હાજર રહ્યા હતા.મેયર પદ સંભાળવા માટે પાર્કર શ્વાન ડ્રેસ પહેરાવ્યો હતો અને ગળામાં અમેરિકાના રાષ્ટ્રધ્વજવાળી ટાઈ પહેરાવી હતી. તેણે બ્લેક ગોગલ્સ પણ પહેર્યા હતા. પાર્કરનું ઇન્સ્ટાગ્રામ પર પેજ પણ છે, જેના 16 હજારથી વધારે ફોલોઅર્સ છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પાર્કરને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે જ્યોર્જટાઉન લકી શહેર છે, હું તે શહેરમાં હોત તો મેયર પદ માટે પાર્કરને ચોક્કસથી વોટ આપત.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Big dog becomes mayor of small Colorado town


Big dog becomes mayor of small Colorado town