Home Gujarati શુગર મિલના સુપરવાઈઝરની નિવૃત્તિના દિવસે ખેડૂતોએ તેમને કાર અને બુલેટ ભેટમાં આપ્યું

શુગર મિલના સુપરવાઈઝરની નિવૃત્તિના દિવસે ખેડૂતોએ તેમને કાર અને બુલેટ ભેટમાં આપ્યું

113
0

સોનીપત: સોમવારે હરિયાણામાં સોનીપત શહેરમાં 500 ખેડૂતોએ ભેગા મળીને શુગર મિલના સુપરવાઈઝરની નિવૃત્તિને યાદગાર બનાવી. ખેડૂતોએ મહાબીર સિંહને 15 લાખ રૂપિયાની કાર અને અઢી લાખ રૂપિયાનું બુલેટ આપ્યું. એટલું જ નહીં પણ વિસ્તારના ધારાસભ્ય મોહનલાલ બડૌલી પણ તેમને પોતાની કારમાં બેસાડીને ઘરે મૂકવા ગયા હતા.

મહાબીર છેલ્લા 35 વર્ષથી શુગર મિલનમા સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. તેમના સારા સ્વભાવને કારણે ખેડૂતોએ તેમને ભેટ આપવાનું વિચાર્યું હતું. મહાબીરે કહ્યું કે, મારા દરેક ખેડૂતો ભાઈઓના આશીર્વાદ મારી સાથે જ છે. મેં નોકરી કરતી વખતે સમય સામે ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. મેં ભેટ લેવાની ના પડી પણ મારા મિત્રો માન્યા નહીં.

વધુમાં તેમણે કહ્યું કે, મિલમાં કોઈ ટેક્નિકલ ખામી આવે તો હું ખેડૂતોને પહેલેથી જાણ કરી દેતો હતો, જેથી તેમને શેરડી લઈને આવવાનો ધક્કો ન થાય. 35 વર્ષથી ખેડૂત મિત્રો મારા પરિવાર જેવા બની ગયા છે. નોકરી દરમિયાન મને 2 વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, પણ ખેડૂતોના સાથને લીધે હું નિર્દોષ સાબિત થયો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Farmers honored sugar mill inspector by gifting 15 lakh cars, bullets and in sonipat