Home Gujarati દુકાનદાર વગરની 19 ‘ઓનેસ્ટી શોપ’માં ગ્રાહકો રૂપિયા મૂકીને વસ્તુ લઈ જઈ શકશે

દુકાનદાર વગરની 19 ‘ઓનેસ્ટી શોપ’માં ગ્રાહકો રૂપિયા મૂકીને વસ્તુ લઈ જઈ શકશે

109
0

બુંદી: રાજસ્થાનના વિવિધ શહેરોમાં અનોખી ‘ઓનેસ્ટી શોપ’ ખૂલી છે. બુંદી શહેરમાં 8, કોટા શહેરમાં 6 અને જોધપુરમાં 5 શોપમાં કોઈ દુકાનદાર નહીં બેસે. ગ્રાહક અહીં આવીને રૂપિયા મૂકીને સામાન લઈ જઈ શકે છે. આ પહેલ સોમવારે જેએસઆઈ ઉર્જાએ શરૂ કરી છે. આ પહેલ પાછળનો હેતુ લોકોમાં ઈમાનદારીની ટેવ પાડવાનો છે. આ વર્ષે આવી અન્ય પણ 10 હજાર દુકાનો ખોલવામાં આવશે.

ઓનેસ્ટી શોપ પર પેન, પેન્સિલ, રબર, કટર, ચિપ્સ અને બિસ્કિટ સહિત અન્ય વસ્તુઓ મળશે. બુંદી શહેરમાં શરૂઆતમાં 5 અને 10 રૂપિયાની વસ્તુ મૂકવામાં આવી હતી. ગ્રાહક માટે ચિલ્લરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ઓનેસ્ટી શોપમાં કુડોસ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગવર્મેન્ટ ગર્લ્સ કોલેજ, પીજી કોલેજ, મહાત્મા ગાંધી સ્કૂલ,કરિઅર પબ્લિક સ્કૂલ, મહારાણી ગર્લ્સ સ્કૂલ, રેડ ક્રોસની બહાર અને કે. કે હોસ્પિટલની બહાર ઓનેસ્ટ શોપ ચાલુ કરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Customers will be able to carry the item by placing Rs in honesty shop