Home Gujarati લોકડાઉનની સ્થિતિમાં કચ્છની એક બીમાર વૃદ્ધા મહિલા માટે દેવદૂત સાબિત થયા ગુજરાતના...

લોકડાઉનની સ્થિતિમાં કચ્છની એક બીમાર વૃદ્ધા મહિલા માટે દેવદૂત સાબિત થયા ગુજરાતના એક IPS અધિકારી

77
0


કચ્છ: મુન્દ્રા તાલુકામાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક IPS સૌરભ તોલંબિયા જ્યારે લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા તે દરમિયાન તેમને મુન્દ્રાના એક પત્રી ગામમાં એકલા રહેતા એક 76 વર્ષીય વૃદ્ધ મહિલા બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. SP તોલંબિયાએ વૃદ્ધા માટે દવા લઈને તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા. પોલીસના આ માનવીય ચહેરાથી વૃદ્ધા મંત્રમુગ્ધ થયા હતા અને આભાર માન્યો હતો.
મુશ્કેલીમાં ફસાયેલાઓની તોલંબિયાએ મદદ કરી છે
મુન્દ્રા કંટ્રોલ રૂમમાં વૃદ્ધએ દવાની માંગ કરી હતી,જો કે તરત જ સ્થાનિક પોલીસ અધિકારીની મદદથી IPS સૌરભ તોલંબિયા તાત્કાલિક બીમાર વૃદ્ધા માટે દવા લીધી અને તે દવા લઈને પત્રી ગામમાં બીમાર વૃદ્ધા ના ઘેર પહોંચી ગયા તેમને દવાઓ આપી અને કોઈ પણ જરૂરિયાત હોય તો સ્થાનિક પોલીસ અથવા પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીની આ છબી જોઈ બીમાર વૃદ્ધાના આંખે પાણી આવી ગયા કે આજે બીમારીમાં પોલીસ તેમના વ્હારે આવી. ઉલ્લેખનીય કે છે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક IPS સૌરભ તોલંબિયા અનેક વખત ભૂતકાળમાં પણ નિરાધાર અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની વ્હારે આવી તેમની મદદ કરવા છેવાડાના કચ્છના વિસ્તારો સુધી દોડી જાય છે.
(તસવીર અને માહિતી: રોનક ગજ્જર, ભુજ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


SP Sourabh Tolambia reach old woman house with medicine in lockdown in mundra of kutch