Home Gujarati રિપોર્ટરે સમાચાર આપતી વખતે ફેસબુક લાઈવમાં ભૂલથી ફેસ ફિલ્ટર ચાલુ કરી દીધું

રિપોર્ટરે સમાચાર આપતી વખતે ફેસબુક લાઈવમાં ભૂલથી ફેસ ફિલ્ટર ચાલુ કરી દીધું

98
0

મેડિસન: અમેરિકાના એક રિપોર્ટરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થઈ રહ્યો છે. ગુરુવારે નોર્થ કેરોલિના રાજ્યના મેડિસન શહેરમાં લોકલ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હિન્ટને પ્રથમ સ્નોફોલના સમાચાર આપવા માટે ફેસબુક લાઈવ કર્યું હતું. હિન્ટનને ખબર નહોતી કે તેણે ભૂલથી ફેસબુકના ફિલ્ટર પર ક્લિક કરી દીધું હતું.

યુઝરે કહ્યું-આવું રિપોર્ટિંગ તો પ્રથમવાર જોયું !

વેધર રિપોર્ટ આપતી વખતે તેની સ્પીચ ભલે ગમે તેટલી સિરિયસ હતી, પણ તેને જોઈને દર્શકો પોતાનું હસવું રોકી શક્ય નહોતા. વીડિયોમાં ફિલ્ટરને લીધે ક્યારેક તેની આંખો મોટી થઈ જાય છે, તો ક્યારેક તેના માથા પર ટોપી અને દાઢી આવી જાય છે. હિન્ટનને પોતાને ખબર નહોતી રહી કે તેણે ક્યારે ફેસબુક લાઈવમાં ફેસ ફિલ્ટર ઓન કરી દીધું હતું. રિપોર્ટરનો આ વીડિયો જોઈને યુઝરે કમેન્ટ કરી કે, આવું રિપોર્ટિંગ મેં આજ સુધી ક્યારેય જોયું નથી.

બીજી વખત લાઈવ કરતા પહેલાં ફેસ ફિલ્ટર ચેક કર્યું
ગુરુવારે જ બીજી વખત લાઈવ ન્યૂઝ આપ્યા પહેલાં હિન્ટને ફેસ ફિલ્ટર ચાલુ તો નથી રહી ગયું ને તે 2 વખત ચેક કર્યું. ફેસબુક પોસ્ટમાં તેણે લખ્યું કે, જો તમે પોતાના પર જ હસી ન શકો તો હસવાનો શો મતલબ? મને આશા છે કે, દરેક લોકોએ શહેરનો પ્રથમ સ્નો ડે સેલિબ્રેટ કર્યો હશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


A TV reporter unknowingly gave the snow report with googly eyes after he accidentally turned on Facebook’s face filters