Home Gujarati આસનસોલ રેલવે સ્ટેશન પર 25 વર્ષ જૂના કોચને ‘રેલ રેસ્ટોરાં’માં ફેરવાયા, 80થી...

આસનસોલ રેલવે સ્ટેશન પર 25 વર્ષ જૂના કોચને ‘રેલ રેસ્ટોરાં’માં ફેરવાયા, 80થી વધારે લોકો એકસાથે બેસી શકશે

95
0

આસનસોલ: ઇન્ડિયન રેલવેએ પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર દેશનું પ્રથમ રેલ રેસ્ટોરાં શરુ કરી છે. તેનું નામ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ રાખ્યું છે. પૂર્વ ઝોનના રેલવે અધિકારીઓ પ્રમાણે, બે જૂના મેમુ કોચની સૂરત બદલીને રેસ્ટોરાં બનાવી છે.

આ રેસ્ટોરાં રેલવે મુસાફરો અને સામાન્ય નાગરિકો એમ બંને મારે ખુલ્લું રહેશે. કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ બુધવારે ઉદ્ઘાટન કર્યું. રેલવેએ ટ્વીટ કરીને આ અનોખી રેસ્ટોરાંની જાણકારી આપી છે. અહીં રોલ્સથી લઈને વેજ અને નોનવેજ એમ બંને પ્રકારનું જમવાનું મળશે.

આ આખું રેસ્ટોરાં એરકન્ડિશન્ડ છે, પ્રથમ કોચમાં ચા અને સ્નેક્સ મળશે, તેને ચાઉ-ચૂ નામ આપ્યું છે. તો બીજા કોચમાં ગ્રાહકો નાસ્તો, લંચ અને ડિનરની મજા માણી શકશે, તેનું નામ વાવ ભોજન રાખ્યું છે. આવનારા પાંચ વર્ષમાં રેલવેએ આ રેસ્ટોરાંની આવકથી 50 લાખ રૂપિયાની કમાણીનું લક્ષ્ય રાખ્યું છે.

ગ્રાહકોને આકર્ષવા રેસ્ટોરાંના ઇન્ટિરિયરને પર ઘણું ધ્યાન રાખ્યું છે. પ્રથમ નજરે જોતા કોઈ કહી ન શકે કે આ ટ્રેનના જૂના કોચ હશે!

રેલવે રેસ્ટોરાં બનાવવામાં 25 વર્ષ જૂના આસનસોલ-બરદવા મેમુના બે કોચનો ઉપયોગ કર્યો છે. રેલવે અધિકારી પ્રમાણેમ આ ટ્રેનની શરૂઆત 11 જુલાઈ, 1994માં થઈ હતી. તેમાંથી અમુક કોચ પાટા પર ચાલવાલાયક ન નહોતા અને હાલ તેની સૂરત બદલીને અકલ્પનિય રેસ્ટોરાંમાં બદલી દીધા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Indian Railways Restaurant on Wheels Opened In West Bengal Asansol Railway station


Indian Railways Restaurant on Wheels Opened In West Bengal Asansol Railway station


Indian Railways Restaurant on Wheels Opened In West Bengal Asansol Railway station