Home Gujarati રાજકોટની મહિલા સાયન્ટિસ્ટે અમેરિકાથી વીડિયો બનાવી કહ્યું અહીં સેમ્પલ આપવા માટે 6...

રાજકોટની મહિલા સાયન્ટિસ્ટે અમેરિકાથી વીડિયો બનાવી કહ્યું અહીં સેમ્પલ આપવા માટે 6 કલાક લાઇનમાં રહેવું પડે છે

97
0

રાજકોટ: રાજકોટની મહિલા સાયન્ટિસ્ટે અમેરિકાના કોલમ્બસથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, હું સેજલ શાહ RK યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. ભારત સરકારે 6 મહિના માટે મને USA, કોલમ્બસમાં કેન્સર રિસર્ચ માટે મોકલી છે. છેલ્લા 10 દિવસથી કોલમ્બસમાં મારા એપાર્ટમેન્ટમાંલોકડાઉન છું. અહીં એટલા બધા કેસ નથી તેનું એક જ કારણ છે સાવચેતી. ન્યુયોર્કમાં આટલા બધા કેસ નહોતા . હવે લોકો કારમાં જઇને સેમ્પલ આપે છે. જેમાં પણ 6-6કલાકની લાઇન હોય છે. આટલા મોટા દેશમાં આવી હાલત હોય તો ભારતમાં ફેલાય તો આપણે શું કરી શકીએ.

આ કોઇ મજાક નથી, ગંભીરતાથી લો

રાજકોટના વીડિયો હું જોવ છું અને તેમાં પાનના ગલ્લે ટોળેટોળા હોય છે. આ કોઇ મજાક નથી, આને ગંભીરતાથી લ્યો. તમારી જાતને ક્વોરોન્ટાઇન કરો. તમે તામારા પરિવાર સાથે ટાઇમ પસાર કરો. એટલી ઇમ્યુનિટી વધારો કે કોરોનું ઇન્ફેક્શન લાગે તો આપણે હિમ્મત રાખી શકીએ. અહીં આખા બિલ્ડીંગને દર કલાકે સેનિટાઇઝ કરવામાં આવે છે.
રોડ સેનિટાઇઝ કરવામાં આવે છે. આટલી બધી કાળજી રાખવા છતાં કેસ વધતા જાય છે. અહીં રસ્તા પર એક પણ માણસ દેખાતો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કેન્સર રિસર્ચ માટે ગયેલા રાજકોટના સાયન્ટિસ્ટ સેજલ શાહ