Home Gujarati સાત વર્ષથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ અપાશે, રાજ્યમાં વધુ 3 પોઝિટિવ...

સાત વર્ષથી ઓછી સજા વાળા કેદીઓને પેરોલ અપાશે, રાજ્યમાં વધુ 3 પોઝિટિવ કેસ સાથે કોરોનાના 58 દર્દી, 5ના મોત

99
0

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ ત્રણ કેસ સામે આવતા રાજ્યમાં કોરોનાના કુલ 58 દર્દીઓ થયા છે. જેમાંથી પાંચના મોત થઈ ગયા છે. જ્યારે અમદાવાદની એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારેજેલમાં કોરોના ન ફેલાય તે માટે સાત વર્ષથી ઓછી સજા વાળાને કેદીને બે મહિનાની પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે.તેમજ ઘરે મોકલતાં પહેલા તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે. કોને કોને પેરોલ આપવા તેની યાદી પણ બનાવવામાં આવી છે.

ગુજરાત અપડેટ્સ

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોમવારથી 354 મેડિકલ ઓફિસર અને 354 પેરામેડીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરશે.
  • 1500 જેટલા કેદીઓને જેલમાંથી કામચલાઉ મુક્તિ અને 1200 જેટલા કાચા કામના કેદીઓને કામચલાઉ જામીન આપી મુક્ત કરાશે. 300 જેટલા પાકા કામના કેદીઓને કામ ચલાઉ પેરોલ અપાશે
  • AMCના નામે કોરોના વાઇરસના હાઇરીસ્ક વિસ્તારનું ‘ફેઈક’ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું
  • હરિદ્વારમાં ફસાયેલા ગીરસોમનાથના 29 યાત્રિકો સરકારની મદદથી ST બસમાં પરત ફર્યા

28 માર્ચે પોઝિટિવ કેસ સામે આવ્યો અને આજે મોત થયું

29 માર્ચે સામે આવેલા ત્રણેય પોઝિટિવ કેસ અમદાવાદના છે. જેમાં 28 માર્ચે 47વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો જો કે દુર્ભાગ્યવશ આજે તેમનું મોત થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. જ્યારે 34 વર્ષીય યુવાનની મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.

ક્યાં કેટલા મોત અને પોઝિટિવ કેસ

રાજ્યમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 21, ગાંધીનગર-9, વડોદરા-9, રાજકોટ-8, સુરત-7, કચ્છ-1, મહેસાણા-1, ગીર સોમનાથ-1, ભાવનગર-1માં કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ-3, ભાવનગર-1 અને સુરત-1 મળીને કુલ પાંચના મોત થયાછે.

વડોદરાના ત્રણ પોઝિટિવ કેસ સ્વસ્થ પણ હાલ આઈસોલેશનમાં

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓસારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓક્વોરેન્ટાઈન હેઠળ છે. તેમજ ક્વોરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જરૂર પડ્યે તો જ બહાર નીકળીએ. સોશિયલડિસ્ટન્સ રાખવું જરૂરી છે.તેમજ અત્યાર સુધીમાં 5 કરોડ લોકોનો સર્વેહાઉસ ટુ હાઉસ અને ફોનથી કરવામાં આવ્યો છે. સિનિયર સિટીઝનથી અંતર રાખવું જરૂરી છે જે તેમના માટે સારું છે. ગામડામાં સારી રીતે સર્વે ચાલી રહ્યો છે. હાલમાં જે લોકો પોઝિટિવછે અને હોસ્પિટલમાં દાખલ છે એમને ત્યાં જ રખાશે. નવા કેસ જ હવે નવી કોવિડ હોસ્પિટલમાં લેવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઘરે મોકલતાં પહેલા કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવશે(પ્રતિકાત્મક તસવીર)