Home Gujarati કોરોના સંકટ વચ્ચે સુરતની ફાઇટર મહિલાઓ બાળકને મૂકી પોતાની ફરજ અદા કરે...

કોરોના સંકટ વચ્ચે સુરતની ફાઇટર મહિલાઓ બાળકને મૂકી પોતાની ફરજ અદા કરે છે

104
0

સુરતઃ આ એવી મહિલાઓ છે જેને ખરેખર સલામ કરવી જોઇએ. કેમ કે આ મહિલાઓ નાના બાળકોને મૂકી આવા કોરોનાના સંકટ સમયે શહેરીજનોને કોરોનાનો વાઈરસની ઝપેટમાં ન આવી જાય તે માટે ખાસ કાળજી રાખી પોતાની ફરજ અદા કરી રહી છે. મહિલા પોલીસ, નર્સ અને મહિલા સફાઈ કામદાર લોકડાઉનમાં ‌વખતે સુરત પોલીસ પોતાની જાનને જોખમમાં મુકી રસ્તાઓ પર બંદોબસ્તમાં ઊભી રહે છે. પરિવારની પરવાહ કર્યા વિના પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે, નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડ જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમની સાર સંભાળ સ્ટાફ નર્સ રાખી રહી છે. નર્સિંગ સ્ટાફે ઘરે પણ જવાનું નથી. તેઓને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. શહેર ગંદકીથી ન ઊભરાય જાય તે માટે પાલિકાનો સફાઈ સ્ટાફ પણ આવા સમયે રાત-દિવસ ખડેપગે તૈનાત છે. જેના કારણે થકી સુરત સાફ-સુધરુ છે.

સંતાનોની સાવચેતી કેવી રીતે રાખવી તેના પર ઘરે વધુ ધ્યાન

સુરત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ આઈ.એન.સાવલીયાની 11 મહિનાની દીકરી અને 3 વર્ષનો દીકરો છે. પરંતુ નોકરીની સાથોસાથે મહિલા પીએસઆઈ આવા સંકટ સમયે બન્ને સંતાનોની પણ કાળજી રાખી રહ્યા છે. તે ખરેખર કાબીલે તારીફ કહેવાય. કોરોના વાઈરસથી પોતાની અને સંતાનોની સાવચેતી કેવી રીતે રાખવી તેના પર ખાસ ધ્યાન આપે છે. વધુમાં તેણે જણાવ્યું કે, હું ટેન્શનમાં નથી રહેતી, માત્ર સાવચેતી રાખું છું. ઘરે મારા પતિ બન્ને બાળકોને રાખે છે. ઘરે કામવાળી કે દૂધવાળા બન્ને બંધ કરી દીધા છે, મારી ફરજ અદા કરી ઘરના કામો પણ કરૂ છું. અમે લોકોને પણ જાગૃત કરી છીએ કે અત્યારે તમે ઘરની અંદર જ રહો.

મમ્મા ક્યારે આવશે એવું મારી દીકરી પૂછ્યા કરે છે

મમ્મા ક્યારે આવશે એવું મારી દીકરી પૂછ્યા કરે છે અને મારા સાસુ-સસરા મમ્મા નાઇટ ડયૂટી કરે છે, ઓફિસમાં બહુ કામ છે એવું કહી મનાવી લે છે. કદાચ તેણે મને વીડિયો કોલમાં જોઇ લીધી તો તે રડવા લાગે છે, એટલે તે ઘરમાં રમતી હોય તે વખતે હું વીડિયો કોલ કરીને જોઇ લઉ છું. અત્યારે હું નવી સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું મારૂ નામ અવની પટેલ છે. શરૂઆતમાં તો અમને ખબર ન હતી કે આ કોરોના પેશન્ટ છે. પછી અમને ખબર પડી એટલે કીટ પહેરી લીધી, કોરોના વોર્ડમાં સત્તત્ત 17 દિવસથી ડયૂટી કરી છે અને હાલમાં હોમ કોરોન્ટાઇનમાં હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. આજે 18 દિવસથી મેં દીકરીનું મોં જોયુ નથી અને માત્ર વીડિયો કોલ કરીને જોઇ લઉ એટલે ખુશી થાય છે.

પોઝિટિવ દર્દીની સેવા કરવા 17 દિવસથી ડ્યુટી કરું છું

વલસાડ ખાતે રહેતી અને નવી સિવિલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી 56 વર્ષીય મિલકાબેન ક્રીશ્વયનને ડાયાબીટીસ, હાઇપર ટેન્શન, થાયરોઇડ અને એન્જીયો પ્લાસ્ટિક જેવા હેલ્થ ઇશ્યુ હોવા છતાં તેમણે નિડર રહી તેમની ફરજ બજાવી છે. તેઓએ કોરોના વોર્ડમાં 17 દિવસ ડયુટી કરે છે. ચેપનું જોખમ હોવા થતા કામને પ્રથમ પ્રાથમિકતા આપે છે. તેઓ માને છે કે, કપરા સમયમાં જ સમાજ સેવા કરવાનો ઉતમ સમય છે.

6 મહિનાની દીકરીને નણંદ પાસે મૂકી સફાઈ કરવા જાવ છું

સુરતમાં સાફ-સફાઈની જવાબદારી જેમના શિરે છે એવા પાલિકાના કર્મચારીઓ પણ આવા સંકટના સમયે ખડેપગે ઊભા રહી પોતાની ફરજ અદા કરી છે. જેમાં વાત કરીએ તો પાંડેસરા હાઉસીંગની વોર્ડ ઓફિસમાં કામ કરતી સફાઇ-કામદાર સુશીલાબેન પોતાની 6 મહિનાની દીકરીને નણંદ પાસે મુકી આવી પોતાની ફરજ નિભાવી છે. મહિલાએ જણાવ્યું કે ઘણીવાર દીકરી રડતી હોય છે ત્યારે તેને મારી નણંદ દૂધ પિવડાવીને શાંત પાડે છે. કોરોના વાયરસનો ડર તો લાગે છે પરંતુ સાવચેતી રાખીને કામ કરી છીએ સાથે દીકરીની પણ આવા સમયે સાવચેતી રાખું છું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઉપર ડાબે મહિલા પીએસઆઈ આઈ.એન.સાવલીયા અને નર્સ અવની પટેલ. જ્યારે નીચે ડાબે નર્સ મિલકાબેન ક્રીશ્વયન અને સફાઇ-કામદાર સુશીલાબેન