Home Gujarati મીડિયાના નામે વેપારીને ધમકાવી 3 હજારની લૂંટ કરનાર 4ની ધરપકડ

મીડિયાના નામે વેપારીને ધમકાવી 3 હજારની લૂંટ કરનાર 4ની ધરપકડ

89
0

પાદરા તાલુકાના આંતિ ગામમાં શાકભાજી અને અનાજ કરીયાણાની દુકાન ચલાવતા વેપારીને પાન પડકીઓમાં કેમ કાળા બજારી કરો છો તેમ કહીને મીડિયાના નામે ધમકાવ્યા હતા. 20 હજારની માંગ કરી અને ગલ્લામાંથી રૂ.3 હજારની લૂંટ ચલાવનાર 4 પત્રકારોની ટોળકીની પાદરા પોલીસે ધરપકડ કરી છે. પોલીસ એક કાર પણ જપ્ત કરી હતી. જ્યારે 1 ફરાર થયો હતો.

કાળા બજારી કરતા હોવાની ધમકી આપી રૂપિયા માગ્યા

પાદરાના આંતિ ગામના સોકતભાઈ અલબી ગામમાં શાકભાજી અને અનાજ કરીયાણાની દુકાન ચલાવે છે. ગત સાંજે તેઓ ગામની એક મહિલાને શાકભાજી આપતા હતા. ત્યારે એક કારમાં 4 ઈસમો તેમની દુકાનમાં ઘૂસી આવીને ધમકાવતા હતા કે, અમે વડોદરા સત્યની શોધ પ્રેસમાંથી આવીએ છીએ અને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવાનું જણાવ્યું છે તેમ કહીને વેપારીને ધમકી આપી હતી. દુકાન કેમ ખૂલ્લી રાખી છે અને બીડી અને પાન-પડીકીના કાળા બજાર કેમ કરો છો કહીને વેપારી પાસે 20 હજારની માગણી કરી હતી. રૂપિયા નહીં આપો તો કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ કહી એક ઇસમે વેપારીના ગલ્લામાંથી 3 હજાર લૂંટી લીધા હતા અને વેપારીનો ફોટો પણ પાડ્યો હતો. અન્ય એક વેપારીને ત્યાં પણ તેઓ ગયા હતા. આ અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનોએ કારમાં જતા પત્રકારોને ઝડપી પડ્યા હતા. જેમાં 4 ઝડપાયા હતા જે પૈકી 1 ફરાર થયો હતો અને પાદરા પોલીસને જાણ કરી હતી.

એક ફરાર, કાર કબજે કરાઈ

પોલીસે 4 ની ધરપકડ કરી હતી. જેમાં (1) આરીફ બસીર મલેક ,શોભના નગર વાસના રોડ વડોદરા (2) હનીફમિયા રસુલમિયા શેખ, રે.રહે.રિઝવાન ટાવર, સનફાર્મ રોડ,વડોદરા, (3) આસિફ બસીર મલેક, રહે.શોભના નગર વાસના રોડ, વડોદરા, (4) બસીર હુસેન મલેક રહે.શોભના નગર, વાસણા રોડ, વડોદરા ની ધરપકડ કરી હતી તથા ફરાર યાસીન યુસુફ મલેક કાળી તલાવડી તાંદળજા, વડોદરા હોવાનું બહાર આવ્યું હતું. પાદરા પોલીસે 4 ની ધરપકડ કરી કાર પણ જપ્ત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ચારની ધરપકડ અને એક ફરાર થઈ ગયો