Home Gujarati કોરોના મહામારી વચ્ચે ઘરના બાળકોને સાથે રાખી પરિવારે ઓનલાઈન હૉઉસી શરૂ કરી 

કોરોના મહામારી વચ્ચે ઘરના બાળકોને સાથે રાખી પરિવારે ઓનલાઈન હૉઉસી શરૂ કરી 

92
0

હાલ વિશ્વ આખામાં લોકો કોરોનાની મહામારીના કારણે પોતાના ઘરમાં રહેવા મજબુર છે. એવા સજોગોમાં ઘરમાં રહીને લોકોની મનોસ્થિતિને અસર થઈ રહી છે જેમાં બાળકો પણ ચિદચીડિયા થઈ જાય છે જે માટે શહેરના ઘણા પરિવાર પોતાના ઘર અને વિદેશમાં રહેતા પરિવાર સાથે વાત કરવા અને એક બીજાને હૂંફ આપવા માટે હૉઉસી ગેમ રમી રહ્યા છે જેમાં મોટાથી લઈ બાળકો પણ સામેલ છે. તેની સાથે બાળકોમાં દેશ ભક્તિ વધે અને પોતાના દેશના સ્વતંત્રતા સેનાની વિશેની ક્વિઝ પણ રમે છે.

આ અંગે અમદાવાદમાં થલતેજમાં રહેતા મુયરીબેને જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે ઘરમાં રહીને અમને અમારા ભારત અને વિદેશમાં રહેતા પરિવારની સતત ચિંતા કરતા હતા એક દિવસ મારી દીકરી કાવ્યએ મને કહ્યું કે, મને ઓનલાઈન અભ્યાસ કરાવે છે તો આપણે બધા ફેમિલી મેમ્બર સાથે કોઈ ગેમ ના રમી શકીએ. એટલે મેં અને મારી દિકરીએ પરિવારના બીજા સભ્યો સાથે વાત કરીને હૉઉસી રમવાનું શરૂ કર્યું તેની સાથે અમે બાળકોને રાષ્ટ્રભક્તિ કેળવાય તે માટે રોજ ગેમ પુરી થાય પછી રાષ્ટ્રગીત જરૂર ગાવાનું ચુકતા નથી. અમારા પરિવારમાં ભારત,અમેરિકા,યુરોપ અને આફ્રિકાના મેમ્બર જોડાયાં છીએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The family started online hospice with the children at home amid the Corona epidemic