Home Gujarati મહારાષ્ટ્રની વ્યક્તિએ મરવાનું નાટક કરીને ખૂંખાર વાઘથી પોતાનો જીવ બચાવ્યો

મહારાષ્ટ્રની વ્યક્તિએ મરવાનું નાટક કરીને ખૂંખાર વાઘથી પોતાનો જીવ બચાવ્યો

107
0

ભંડારા: નાનપણમાં આપણે વાઘ અને બે મિત્રોની વાર્તા તો સાંભળી જ હશે, જેમાં જંગલમાં અચાનક વાઘ આવી જતાં બે મિત્રોમાનો એક ઝાડ પર ચડી જાય છે. તો બીજો મિત્ર પોતાનો જીવ બચાવવા માટે શ્વાસ રોકીને મરવાનું નાટક કરે છે. વાઘ તેને મૃત સમજીને ચાલ્યો જાય છે અને તેનો જીવ બચી જાય છે. નાનપણની આ વાર્તા મહારાષ્ટ્રના ભંડારા શહેરમાં સાચી પડી છે.

IFS ઓફિસર પ્રવીણ કાસવાને તેમેન ટ્વિટર અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ મૃતદેહની જેમ સૂતો છે, વાઘ આવે છે. તેની છાતી પર પગ મૂકે છે, પણ તેને મૃત સમજીને ભાગી જાય છે.

25 જાન્યુઆરીએ પોસ્ટ કરેલા આ વીડિયોને અત્યાર સુધી 30 હજારથી પણ વધારે લોકોએ જોયો છે. વાઘથી પોતાની સૂઝબૂઝથી જીવ બચાવનાર વ્યક્તિના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ અને નસીબદાર કહી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Man plays dead to protect himself from tiger