Home Gujarati ભારતીય લોકોએ કોરોના વાઇરસને બદલે ‘કોરોના બિયર વાઇરસ’ સર્ચ કર્યું

ભારતીય લોકોએ કોરોના વાઇરસને બદલે ‘કોરોના બિયર વાઇરસ’ સર્ચ કર્યું

112
0

દિલ્હી: ચીન સહિત દુનિયાભરના 12 દેશોમાં ભેદી કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. દુનિયાભરના લોકો આ વાઇરસ શું છે? કેવી રીતે ફેલાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તેના વિશે ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે જ્યારે ભારતના લોકો ‘કોરોના વાઇરસ’ને બદલે ‘કોરોના બિયર વાઇરસ’ સર્ચ કરી રહ્યા છે.

ગૂગલ સર્ચ રિઝલ્ટ અનુસાર ભારતમાં કેટલાક લોકો ‘કોરોના વાઇરસ’ને બદલે ‘કોરોના બિયર વાઇરસ’ કીવર્ડ સર્ચ કરી રહ્યા છે. કોરોના એક પોપ્યુલર બિયર બ્રાન્ડ છે. જોકે બિયર અને કોરોના વાઇરસ વચ્ચે કોઈ સંબંધ નથી. આ વાઇરસ બિયરથી ફેલાતો નથી.

ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં પણ આ પ્રકારનું સર્ચ જોવા મળ્યું છે. ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણામાં કોરોના બિયર વાઇરસ સર્ચ થયું છે.

ભારતમાં તમામ એરપોર્ટ પર વાઇરસના પરીક્ષણ માટે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરમાં આ વાઈરસથી 2,000થી વધારે લોકો ગ્રસિત થયા છે. કોરોના વાઇરસ શું છે? તેનાથી બચવા માટે કેવી સાવચેતી રાખવી જોઈએ તે જાણવા માટે અહીં ક્લિક કરો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The Indians searched for “Corona beer virus” instead of Corona virus on Google