Home Gujarati બ્રિટનના 50 વર્ષીય લેવિસે ક્લાઈમેટ ચેન્જનો મેસેજ આપવા પીગળેલી એન્ટાર્કટિક આઈસ શીટની...

બ્રિટનના 50 વર્ષીય લેવિસે ક્લાઈમેટ ચેન્જનો મેસેજ આપવા પીગળેલી એન્ટાર્કટિક આઈસ શીટની નીચે 10 મિનિટ સ્વિમિંગ કર્યું

122
0

લંડન: બ્રિટનના રહેવાસી લેવિસ પ્યૂઘ એન્ટાર્કટિકાની આઈસ શીટની નીચે તરનારા દુનિયાની પ્રથમ વ્યક્તિ બન્યા છે. 50 વર્ષીય લેવિસે હાડ થીજાવી દે તેવા ઠંડા પાણીમાં તરતી વખતે સ્વિમિંગ અન્ડરગાર્મેન્ટ, એક કેપ અને ગોગલ્સ જ પહેર્યા હતા. તેઓ 10 મિનિટ અને 17 સેકન્ડ સુધી 0 સેલ્સિયસ તાપમાનમાં સુપ્રા ગ્લેશિયર સરોવરમાં સેફ ગાર્ડની હાજરીમાં 2.2 વર્ગ મીટરના એરિયામાં સ્વિમિંગ કર્યું હતું.

લેવિસે સેફ ગાર્ડની હાજરીમાં સ્વિમિંગ કર્યું
લેવિસે આ સ્વિમિંગ કોઈ રેકોર્ડ બનાવવા માટે નહીં પણ ક્લાઈમેટ ઇમર્જન્સી માટે કર્યું છે. તેમણે કહ્યું કે, આપણી પૃથ્વીને બચાવવા માટે દરેક દેશને ભેગા થઈને એક્શન લેવાની જરૂર છે. લેવિસને આ 10 મિનિટ અને 17 સેકન્ડના સ્વિમિંગ માટે 33 વર્ષની સ્વિમિંગ પ્રેક્ટિસ કામ આવી હતી. 24 જાન્યુઆરીએ તેમણે પોતાના આ અનુભવ વિશે ટ્વીટ કરીને લખ્યું કે, એન્ટાર્કટિકાની આઈસ શીટની નીચેનો અનુભવ ડરામણો અને સૌથી સુંદર રહ્યો. અત્યાર સુધીના સ્વિમિંગનો આ મારો યાદગાર અનુભવ છે.

પૃથ્વીને બચાવવાનો સંદેશ
લેવિસે જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જ પર એક્શન લેવા માટે આપણી પાસે 50 વર્ષ, 20 વર્ષ કે કોઈ 10 વર્ષનો સમય નથી. સમય આપણા હાથમાંથી વહી રહ્યો છે, પૃથ્વીને બચાવવા માટે આપણી પાસે અત્યારનો સમય જ છે.

બરફ પીગળવાથી ઍન્ટાર્કટિકામાં કુલ 65 હજાર ગ્લેશિયર લેક બન્યા
એન્ટાર્કટિકામાં ક્લાઈમેટ ચેન્જને લીધે છેલ્લા 30 વર્ષ જેટલો બરફ વર્ષ 2014થી 2017 દરમિયાન પીગળ્યો છે. ડરહમ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે, પૂર્વ ઍન્ટાર્કટિકામાં કુલ 65 હજાર ગ્લેશિયર લેક છે, તે દરેકનું નિર્માણ બરફ પીગળવાને લીધે થયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Lewis Pugh swims under melting Antarctic ice sheet


Lewis Pugh swims under melting Antarctic ice sheet


Lewis Pugh swims under melting Antarctic ice sheet


Lewis Pugh swims under melting Antarctic ice sheet


Lewis Pugh swims under melting Antarctic ice sheet