Home Gujarati મજૂરીએ જતા દંપત્તિએ લોટનો કટ્ટો અને તેલનો ડબ્બો આપ્યા

મજૂરીએ જતા દંપત્તિએ લોટનો કટ્ટો અને તેલનો ડબ્બો આપ્યા

126
0

લોકડાઉનમાં અનેક સેવાભાવિ સંસ્થાઓ દ્વારા જરૂરિયાતવાળા લોકોને રાશનની કીટ, ટિફીન, તૈયાર ભોજન, વગેરે અપાય છે. જેમાં દાતાઓ તરફથી સારું એવું દાન મળતું હોય છે. પણ આ સંસ્થાઓને અમુક એવા લોકોએ પણ દાન આપ્યાં છે જેમની પોતાની આર્થિક સ્થિતી નબળી હોય. જૂનાગઢના દોલતપરાના આગેવાન જયેશભાઇ ખાણિયા કહે છે, અમે એક વૃદ્ધ દંપત્તિને ઘેર બે ટાઇમ ટિફીન પહોંચાડીએ છીએ. તેમની બાજુમાં એક મજૂર દંપત્તિ રહે. બંને પતિ-પત્ની જીઆઇડીસીમાં મજૂરી કામે જાય ત્યારે તેમના ઘરનો ચૂલો સળગે. તેઓએ અમને પૂછ્યું, અમે શું આપી શકીએ ? મેં કહ્યું જે તમારી ઇચ્છા પડે એ. તેઓએ અમને 1 ઘઉંના લોટનો કટ્ટો અને 1 તેલનો ડબ્બો આપ્યા.

અંતે 500 રૂપિયાની કીટનો તેમણે ફાળો આપ્યો
જ્યારે હરસુખભાઇ વઘાસિયા કહે છે, અમે રાશનની કીટ, ફૂડ પેકેટ જેવા અનેક કામો કરીએ છીએ. અમારે ત્યાં પ્રાગજીભાઇ નામના રત્નકલાકાર કીટ તૈયાર કરવા સહિતની સેવા આપવા આવે. તેમને જમીન પણ નથી. આથી તેમની આવકજ હીરા ઘસવામાંથી આવે. પણ હવે કારખાના બંધ છે. આમ છત્તાં તમણે મને પૂછ્યું, મારે એક કીટ આપવી છે. અમે ખુબ સમજાવ્યા. પણ તેઓ મક્કમ રહ્યા, અંતે 500 રૂપિયાની કીટનો તેમણે ફાળો આપ્યો જ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


the labore couple provided a bowl of flour and a can of oil