Home Gujarati ઓખા બંદરે 18 દિ’થી ફસાયેલા 42 માછીમારો નવાબંદર આવી પહોંચ્યા

ઓખા બંદરે 18 દિ’થી ફસાયેલા 42 માછીમારો નવાબંદર આવી પહોંચ્યા

114
0


ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા માછીમારો ઓખા બંદરે બોટમાં માછીમાર કરવા ખલાસી તરીકે બંધાયા હોય અને અચાનક કોરોના વાયરસને કારણે 21 દિવસના લોકડાઉનને કારણે ઓખા બંદરે મોટાભાગના માછીમારો 18 દિવસથી ફસાઇ ગયા હતા. અને ઓખા બંદરથી બોટ મારફતે ઊના તાલુકાના 42 જેટલા માછીમારોને નવાબંદર બોટ દ્વારા તમામ ખલાસીઓને લઇ આવી પહોંચી હતી. તેમાં તાલુકાના પાલડી જાખરવાડા, વાસોજ, દેલવાડા, સેંજલીયા, ખડા, કાજરડી સહીતના ગામોના માછીમાર ખલાસીઓ હતા. જોકે આ માછીમારો 17 થી 18 દિવસથી ઓખા બંદરે ફસાયા હતા. તેવો પોતાને ઘરે આવતા ચહેરા પર ખુશી જોવા મળી હતી. અને તેમના પરીવારજનો પણ ખુશી વ્યક્ત કરી હતી. આ તમામ ખલાસીઓની મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ આવ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


માછીમારો બંદરે આવી પહોચ્યા.