Home Gujarati બર્લિનની મહિલા પ્લેન સાથે 6 વર્ષ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા બાદ માર્ચ...

બર્લિનની મહિલા પ્લેન સાથે 6 વર્ષ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા બાદ માર્ચ મહિનામાં લગ્ન કરશે

107
0

બર્લિન: જર્મનીની રાજધાની બર્લિનની રહેવાસીએ પ્રેમ આંધળો છે આ વિધાન સાચું પાડ્યું છે. 30 વર્ષીય મિશેલ કોબકેએ બોઈંગ 737 સાથે લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો છે. મિશેલે આ વિમાનને એરપોર્ટ પર સૌપ્રથમ માર્ચ, 2014માં જોયું હતું. તેને બોઇંગના વિંગ, વિન્ગલૅટ્સ અને થ્રસ્ટર્સ વધારે પસંદ આવ્યા હતા. મિશેલ પ્લેનને પ્રેમથી ‘સાત્સ’ બોલાવે છે, જેનો અર્થ જર્મન ભાષામાં ‘પ્રિય’ થાય છે.

સેલ્સવુમનની નોકરી કરતી મિશેલને જ્યારે ઈચ્છા થાય છે. ત્યારે તે પ્લેનને જોવા માટે એરપોર્ટ પહોંચી જાય છે. ગયા વર્ષે મિશેલે વિમાનના વિંગ્સને કિસ કરતો ફોટો પણ પડાવ્યો હતો. એક દિવસ પ્લેનના મિકેનિક બનવાનું મિશેલનું સપનું છે.

દિવસના 24 કલાક તો તે પ્લેનની સાથે ન રહી શકે આથી તેણે તે જ પ્લેન જેવું દેખાતું રમકડાંનું પ્લેન ખરીદ્યું છે. આ ટોય પ્લેનને તે હંમેશાં પોતાની સાથે જ રાખે છે. તેની સાથે જ સૂવે છે અને જમે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

Woman in long distance relationship with plane finally plans wedding to Boeing 737 in Berlin