Home Gujarati બાળ વિવાહ રોકવા પહેલ, કંકોત્રી અને કેટરિંગવાળાએ દુલ્હા-દુલ્હનની ઉંમર ફરજીયાત બતાવવી પડશે

બાળ વિવાહ રોકવા પહેલ, કંકોત્રી અને કેટરિંગવાળાએ દુલ્હા-દુલ્હનની ઉંમર ફરજીયાત બતાવવી પડશે

114
0

ઝારખંડ: રાંચીમાં બાળ વિવાહ પર રોક લગાવવા માટે પ્રશાસને નવી પહેલ કરી છે. આ પહેલ પ્રમાણે લગ્નની કંકોત્રી ચપનારા કે કેટરિંગના અભ્યોને રજીસ્ટર બનાવવું પડશે અને તેમને ફરજીયાત પણે દુલ્હા-દુલ્હનની ઉંમર બતાવવી જ પડશે. આ ઉપરાંત તેમણે મેરેજ હોમના મેનેજર પાસેથી ઉંમરનું પ્રુફ પણ લેવું પડશે. આ પહેલ ચાઈલ્ડ મેરેજ રોકાઈ શકશે.

સોમવારે જિલ્લા સમાજ કલ્યાણ કાર્યાલય તરફથી યોજાનારી ચાઈલ્ડ લાઈનનામ સિટી એડવાઈઝરીમાં આ પહેલનો ઉલ્લેખ કરાયો છે. આ પહેલને અનુસરવા માટે જિલ્લા સમાજ કલ્યાણ ઓફિસર સુમન સિંહને પણ આદેશ આપ્યો છે.

ઉલેલ્ખનીય છે કે, રાંચી જિલ્લામાં છેલ્લા 10 મહિનામાં બાળ વિવાહના કુલ 24 કેસ સામે આવ્યા છે. જિલ્લા બાળ સંરક્ષણ યુનિટના આંકડા પ્રમાણે એપ્રિલ 2019થી જાન્યુઆરી 2020 સુધીમાં 24 બાળ વિવાહ સામે આવ્યા છે. તેમાં સૌથી વધારે 7 કેસ જૂન મહિનામાં નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 2 કેસ સામે આવ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Child line initiative to stop child marriage in jharkhand