Home Gujarati 3 દીકરાના પિતા 62 વર્ષીય જ્યોર્જે 495 મિનિટ અને 15 સેકન્ડ સુધી...

3 દીકરાના પિતા 62 વર્ષીય જ્યોર્જે 495 મિનિટ અને 15 સેકન્ડ સુધી પ્લેન્ક કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

95
0

ન્યૂ યોર્ક: નોર્મલી તમે કેટલા મિનિટ સુધી પ્લેન્ક કરી શકો, 5 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ કે 1 કલાક !! અમેરિકામાં રહેતા 62 વર્ષીય જ્યોર્જ હૂડે 495 મિનિટ અને 15 સેકન્ડ સુધી પ્લેન્ક કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. 15 ફેબ્રુઆરીએ જ્યોર્જે પોતાની બોડીનું જબરદસ્ત બેલેન્સ જંળવી રાખ્યું હતું.

રોજની તનતોડ મહેનતનું પરિણામ
જ્યોર્જ કોઈ આજકાલથી પ્લેન્ક નથી કરતા, પણ વર્ષ 2011માં તેણે સૌથી વધારે સમય સુધી પ્લેન્ક કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો, આ રેકોર્ડ તેમણે વર્ષ 2016માં ગુમાવી દીધો છે, તે બાદ જ્યોર્જને તેમના 3 દીકરાએ હિંમત ન હારીને ફરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રેરણા આપી હતી. જ્યોર્જ રેકોર્ડ બનાવવા માટે છેલ્લા 18 મહિનાથી રોજ 7 કલાક પ્રેક્ટિસ કરતા હતા.

વર્ષ 2011નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
પ્લેન્કિંગ કસરત ગળા, ખભા એન પેટના મસલ્સને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. વર્ષ 2011માં જ્યોર્જે 60 મિનિટ અને 20 સેકન્ડ સુધી પ્લેન્ક કર્યું હતું.
જ્યોર્જે ફરી એકવાર રેકોર્ડ પોતાને નામ બનાવવા માટે જમીન-આસમાન એક કરીને રોજનો મોટા ભાગનો સમય પ્લેન્કિંગ પાછળ ગાળ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યોર્જે કહ્યું કે, સાચું કહું તો મેં ક્યારેય રેકોર્ડ બ્રેક કરવાની વાતને ધ્યાનમાં લઈને મહેનત કરી જ નથી. મારો નેક્સ્ટ ગોલ 1 કલાકમાં 2,806 પુશઅપ્સ કરવાનો છે.

રિટાયર્ડ જ્યોર્જ હાલ પર્સનલ ટ્રેનરની જોબ કરે છે
વધુમાં જ્યોર્જે જણાવ્યું કે, આટલી બધી મિનિટ પ્લેન્ક કરવા માટે રોજની પ્રેક્ટિસ ઘણી જરૂરી છે. મારું ફર્સ્ટ પ્લેન્કિંગ માત્ર 5 મિનિટનું હતું. પણ જો આ પ્રેક્ટિસ રોજ ચાલુ રાખશો તો ચોક્કસથી તમે નક્કી કરેલા ગોલ સુધી પહોંચી શકશો. એક દિવસ તમને જાતે જ ખબર પડી જશે કે તમે કેટલો પ્રોગ્રેસ કર્યો છે. જ્યોર્જ રિટાયર્ડ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર છે, હાલ તેઓ પર્સનલ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા છે.

પ્લેન્કિંગનો ગિનિસ રેકોર્ડ આની પહેલાં કેનેડાની ડેનાના નામ પર હતો , જેણે 256 મિનિટ અને 55 સેકન્ડ સુધી પ્લેન્ક કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


8 Hours, 15 Minutes And 15 Seconds – 62-Year-Old George Hood Sets New World Record For


8 Hours, 15 Minutes And 15 Seconds – 62-Year-Old George Hood Sets New World Record For


8 Hours, 15 Minutes And 15 Seconds – 62-Year-Old George Hood Sets New World Record For