Home Gujarati પાંચ મુસ્લિમ સહિત આર્યકન્યા ગુરુકુળની 450 દીકરીઓ આજે જનોઇ બદલશે

પાંચ મુસ્લિમ સહિત આર્યકન્યા ગુરુકુળની 450 દીકરીઓ આજે જનોઇ બદલશે

225
0


મહાત્મા ગાંધીની ભૂમિ પર ઉદ્યોગપતિ નાનજીભાઈ કાલિદાસ ભાઈ મહેતાએ આજથી 83 વર્ષ પહેલા આ સંદેશનું મહત્વ સમજી પોરબંદરની ભાગોળે દીકરીઓ માટે 90 એકર જમીનમાં ગુરુકુળની સ્થાપના કરી હતી, અને અહીં દીકરો દીકરી એક સમાન તે પાયાનો સિદ્ધાંત પ્રસ્થાપીત કર્યો હતો અને તેથીજ આ સંસ્થામાં આજે રક્ષાબંધનના દિવસે સંસ્થામાં અભ્યાસ કરતી 5 મુસ્લિમ વિદ્યાર્થીનીઓ સહીત 450 વિદ્યાર્થીનીઓ પણ જનોઈ બદલી યજ્ઞોપવિત સંસ્કાર કરશે. ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે આ સંસ્થામાં દીકરી નું મૂલ્ય દીકરા કરતા ઓછું નહિ અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today