Home Gujarati અંગ્રેજોને ડર હતો કે રશિયા કાશ્મીર પડાવી શકે છે, એટલે ભાગલા कપાડ્યા

અંગ્રેજોને ડર હતો કે રશિયા કાશ્મીર પડાવી શકે છે, એટલે ભાગલા कપાડ્યા

173
0


ભોપાલથી રિતેશ શુક્લાની સાથે જમ્મુથી ઝફર ચૌધરી

આજે ભલે આપણને લાગતું હોય કે હિન્દુ-મુસ્લિમ ઝઘડાનું મુખ્ય કારણ ભાગલા હતું પણ 1926- 1947 દરમિયાન અંગ્રેજી શાસકોના ટોચના અધિકારીઓના ભાષણ અને પત્રો પર નજર નાંખીએ તો લાગે છે કે ભાગલાનું મુખ્ય કારણ કાશ્મીર પણ હતું. 1926માં બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ એફ ઈ સ્મિથે લંડનની ઈમ્પિરિયલ ડિફેન્સ કાઉન્સિલમાં ભાષણ દરમિયાન ચિંતા દર્શાવી કે સોવિયેત રશિયા બ્રિટન માટે સૌથી મોટું જોખમ બની શકે છે. 1 માર્ચ 1940ના રોજ દિલ્હીમાં મેજર જનરલ મોલ્સ વર્થે આ ચિંતા ફરી દર્શાવી. 1945-1947 વચ્ચે બ્રિટનના ચીફ ઓફ સ્ટાફે બ્રિટન સમક્ષ ભવિષ્યમાં રાજકીય પડકારોના પાંચ દસ્તાવેજ રજૂ કર્યા. તેમાં રશિયા ચિંતાનો વિષય હતું. રાજકીય રીતે ભારતનો ઉત્તર પશ્ચિમી હિસ્સો મહત્ત્વપૂર્ણ હતો. ખાસ કરીને કાશ્મીરનો ભાગ કે જ્યાં ચીન, અફઘાનિસ્તાન – સોવિયેત રશિયાની સીમા મળતી હતી. 1940- 1945 વચ્ચે સેક્રેટરી ઓફ સ્ટેટ એમરીએ વાઈસરોય લિનલિથિગોને પત્ર લખી ખેદ દર્શાવ્યો કે 19મી સદીમાં થયેલા શીખ યુદ્ધ પછી બ્રિટને કાશ્મીરને રાજાને આધીન કર્યું હતું. આ પૃષ્ઠભૂમિમાં ઓક્ટોબર 1945માં વાઈસરોય વેવલ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેઓ જાણવા માંગતા હતા કે જો ભારતને આઝાદ કરાય તો કાશ્મીરના રાજાનું વલણ કેવું રહેશે ? અંગ્રેજોને ચિંતા હતી કે આઝાદી પછી રશિયા ભારતના રસ્તે હિંદ મહાસાગર સુધી પહોંચી જશે. ભાગલાથી બ્રિટન કાશ્મીરને એવા ભાગમાં રાખવા માંગતું હતું જેે તેના અંકુશમાં રહે. મુશ્કેલી એ હતી કે પાક. પર તેને વિશ્વાસ ન હતો અને નહેરુ રશિયાની નજીક જઈ રહ્યા હતા. 1946માં કેબિનેટ મિશનને ભારત મોકલવા પાછળના અન્ય કારણમાં એક કારણ એ પણ હતું કે તેઓ સમજે કે કાશ્મીરનો ઝુકાવ કઈ તરફ છે. કેબિનેટ મિશનના તમામ સભ્યો આથી જ કાશ્મીરના પ્રવાસે ગયા હતા. તેઓ અંદાજ લગાવવા માંગતા હતા કે મિલિટરી સંબંધ બ્રિટન કોની સાથે જાળવી રાખે. 1947માં માઉન્ટબેટનને ભારતના વાઈસરોય બનાવીને મોકલાયા. તેમની પાસે રિપોર્ટ હતો કે જો તક મળે તો કાશ્મીર સ્વતંત્ર થઈને રશિયા સાથે પણ જઈ શકે છે. આ કાશ્મીરનો વણઉકેલાયો મુદ્દો હતો. જેને કારણે માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ પ્લાન રજૂ કર્યો. જેમાં ભારતને બે ભાગમાં વહેંચવાની વાત હતી. જુલાઈ 1947માં ચીફ ઓફ સ્ટાફે એવું કહીને પોતાના દસ્તાવેજ પૂરા કર્યા કે જેમાં રાજકીય રીતે કાશ્મીરયુક્ત પાક. સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને જો બ્રિટન તેને પોતાના અંકુશમાં રાખી શકે છે તો પછી તેણે બાકીના હિન્દુસ્તાન સાથે હોવાનો કે ન હોવાથી ફરક પડતો નથી. (સોર્સ : બ્રિટિશ દસ્તાવેજ, પેનડેરેલ મૂનના પુસ્તક વેવલમાંથી)

હિન્દુ-મુસ્લિમ ભારતમાં વિલય ઇચ્છતા હતા

કલમ 370માં પરિવર્તન પછી પ્રશ્ન થઈ રહ્યો હતો કે 15 ઓગસ્ટ 1947ના રોજ જમ્મુ-કાશ્મીરમાં લોકો કોની સાથે હતા ? કાશ્મીર કન્ફ્લિક્ટ એન્ડ મુસ્લિમ ઓફ જમ્મુમાં એવો ઉલ્લેખ છે કે 1938 પછી શેખ અબ્દુલ્લા મુસ્લિમો સહિત દરેક ધર્મના લોકોનો અવાજ ઉઠાવી રહ્યા હતા. અબ્દુલ્લાએ બહુમતી કાશ્મીરીઓની ભારતમાં વિલયની ઈચ્છા જાણી લીધી હતી. આ એવું જ હતું કે જેમાં પખ્તુન લોકો પાકિસ્તાન સાથે જવા માંગતા નહોતા. રાજા હરિસિંહ જાણતા હતા કે ભારતમાં વિલય થવાથી બધી તાકાત અબ્દુલ્લા પાસે આવી જશે. આથી તેમણે અબ્દુલ્લાને નજરકેદ કર્યા જેથી લોકો એક થઈ શકે નહીં. આઝાદીના દિવસે હરિસિંહે કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાન બંનેનો ધ્વજ લગાવી રસ્તો ખુલ્લો રાખ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today